
રાજ્યમાં છેલ્લા ચાર દિવસ રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, હવે હવામાન વિભાગ અને આગાહીકારોની નવી આગાહી સામે આવી છે. આગામી દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદને લઈ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 23થી 27 જુલાઇ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે.
વધુ એક સિસ્ટમ સક્રિય થવાનું અનુમાન
ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલ પટેલે 23 જુલાઈથી 27 જુલાઈ સુધી વધુ એક સિસ્ટમ સક્રિય થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ઉત્તર ગુજરાત ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ વરસાદનું અનુમાન છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ આગામી દિવસોમાં મેઘરાજા તોફાની બેટીંગ કરી શકે છે.થી મેઘરાજાએ વિરામ લીધો છે, હવે હવામાન વિભાગ અને આગાહીકારોની નવી આગાહી સામે આવી છે. આગામી દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદને લઈ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 23થી 27 જુલાઇ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે.
સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ તો રાજકોટ, સુરેંદ્રનગર, ભાવનગર, ચોટીલા, થાનમાં ભારે વરસાદનું અનુમાન છે. અંબાલાલના આંકલન મુજબ ગુજરાતમાં નવી સિસ્ટમ સર્જાશે છે અને આ સમયમાં વરસાદ વરસશે.26 જુલાઈથી 29 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અણધાર્યો વરસાદ થશે. આ ઉપરાંત 6થી 10 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.
અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ સમય દરમિયાન મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ શકે છે. અંબાલાલે નદીના જળસ્તરને ભયજનક સપાટીથી વહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ભારે વરસાદથી નર્મદા નદીના જળસ્તર વધશે. સાબરમતી, મહીસાગર નદીનું જળસ્તર પણ વધશે.
હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરથી લઇને દક્ષિણ અને સૌરાષ્ટ્ર સુધીના કેટલાય વિસ્તારોમાં આગામી 26 થી 30 જુલાઇ દરમિયાન ભારે વરસાદ ખાબકી શકે છે. ખાસ વાત છે કે, ગુજરાત પર એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે, જેના કારણે કેટલાક જિલ્લાઓમાં અગાઉથી એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો, Ahmedabad: CMના જન્મદિવસ નિમિત્તે મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવા કાર્યોનું આયોજન
