Site icon Time News

Ambaji: ત્રિશુલિયા ઘાટીમાં ગમખ્વાર અકસ્માત, બ્રેક ફેલ થયેલા ટ્રકે ઈકો કારને ટક્કર મારી, 6થી વધુ ઘાયલ

રિપોર્ટર: પ્રકાશ મીણા, બનાસકાંઠા

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અંબાજી-દાંતા હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં ટ્રકના બ્રેક ફેલ થવાના કારણે આગળ જઈ રહેલી ઈકો કારને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટ્રકે પલટી ખાધી હતી.

ઈકો કારમાં સવાર છથી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાંતા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ઈકો કારના પાછળના ભાગને નોંધપાત્ર નુકસાન થયું છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રકમાં ઓવરલોડ માલસામાન ભરવામાં આવ્યો હતો, જેના કારણે બ્રેક ફેલ થયા હોવાનું અનુમાન છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો મોટાભાગે પહાડી અને ઢાળવાળો વિસ્તાર છે. યાત્રાધામ અંબાજી જવા-આવવાના તમામ માર્ગો પહાડી વિસ્તારમાંથી પસાર થાય છે. ત્રિશુલિયા ઘાટી વિસ્તારમાં અવારનવાર આવા અકસ્માતના બનાવો બનતા રહે છે. બેફામ વાહન ચાલકો અને પહાડી વિસ્તારના કારણે અહીં અકસ્માતનું પ્રમાણ વધુ જોવા મળે છે.

આ પણ વાંચો, બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆત, લોકસભામાં મણિપુર પર સ્થગન પ્રસ્તાવ લઇને આવી કોંગ્રેસ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version