Site icon Time News

અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોને અદ્ભુત પ્રતિસાદ – 29 જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિગ કમિટીનું આયોજન આ વખતે 16 જાન્યુઆરી 2026ને શુક્રવારે થયું હતું. જેમાં શહેરનાં વિકાસ અંગેનાં મહત્વનાં નિર્ણયોની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટેન્ડિગ કમિટીનાં ચેરમેન શ્રી દેવાંગ દાણીએ મિડીયા સાથે આ ખાસ મુદ્દાઓની વાતચીત કરી હતી.

જેમાં તેમણે જણાવ્યું કે, અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 1 જાન્યુઆરીના રોજ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે ખુલ્લો મૂકાયો હતો. જેનો શહેરીજનો દ્વાર દિન-પ્રતિદિન અદ્દભૂત પ્રતિસાદ મળ્યો છે. ઉતરાયણ અને વાસી ઉતરાયણના દિવસે 60,000 કરતાં વધારે લોકોએ આ ફ્લાવર શોને જોવા અને માણવા હાજરી આપી હતી. જેથી લોક લાગણીને માન આપી અને વધુ માત્રામાં લોકો ફ્લાવર શો જોવા માટે આવે તે માટે ફ્લાવર શોને એક અઠવાડિયા સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અગાઉ ફ્લાવર શોને 22 જાન્યુઆરી સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ અમદાવાદની જનતાનાં અદ્દભૂત પ્રતિસાદ અને ડિસેમ્બર-જાન્યુઆરીમાં આવતી એનઆરઆઇ જનતાને ધ્યાનમાં રાખીને ફ્લાવર શોને 29 જાન્યુઆરી સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જેનો લોકો લાભ લઇ શકે છે.

Exit mobile version