Site icon Time News

Weather update: રાજ્યના આ જિલ્લાઓમાં આજે તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ

રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જોરદાર વરસાદ વરસ્યો છે. રાજકોટમાં ગઈકાલે માત્ર દોઢ કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા આજે 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે રાહતના સમાચાર લઈને આવી છે, જ્યાં લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.

ગુજરાતમાં એક-બે દિવસ બાદ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ જશે. દક્ષિણ બાદ ઉત્તરના રાજ્યોમાં ચોમાસું એક્ટિવ થશે, પરંતુ હાલમાં વરસાદે કેટલાક ભાગોમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. હાલમાં જ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી, મહિસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો. Ahmedabad plane crash: આવતીકાલે યોજાશે વિજય રૂપાણીની અંતિમ યાત્રા, મોટી સંખ્યામાં સમર્થકો ઉમટે તેવી સંભાવના

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version