Site icon Time News

અજિત પવારના અવસાન પર શોકગ્રસ્ત બન્યાં PM મોદી, લખી ભાવુક કરી દેતી પોસ્ટ

મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજિત પવારનું નિધન થઈ ગયું. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર વાત કરીને ઘટના વિશે પૂછપરછ કરી. ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ફડણવીસ સાથે વાત કરીને ઘટના વિશે પૂછપરછ કરી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર વડાપ્રધાન મોદી સહિત નેતાઓ ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરીને ગાઢ સંવેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ લખ્યું – અજિત પવાર એવા જનનેતા હતા. જેમનું લોકો સાથે મજબૂત કનેક્શન હતું. તેઓ મહારાષ્ટ્રના લોકો વચ્ચે સૌથી વધુ મહેનત કરતાં નેતાઓમાં ગણાતા હતા. તેમને વહીવટી બાબતોની ઊંડી સમજ હતી. ગરીબો અને વંચિતોના સશક્તિકરણ માટેનો તેમની પ્રતિબદ્ધતા નોંધપાત્ર હતી. તેમનું અકાળ અવસાન અત્યંત આઘાતજનક અને દુઃખદ છે. તેમના પરિવાર અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. ઓમ શાંતિ.

અજિત પવારના નિધનથી એનસીપીમાં અને મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. જ્યારે તેઓ બારામતી જઈ રહ્યા હતા, એ દરમિયાન આ દુર્ઘટના ઘટી. અજિત પવાર પાંચ વખતના રાજ્યના નાયબ મુખ્યમંત્રી રહ્યા. તેઓ જિલ્લા પરિષદની ચૂંટણી માટે બારામતી જઈ રહ્યા હતા. તેમના નિધનથી એનસીપી અનાથ થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન અનેક રાજકીય ઘટનાઓ બની હતી, જેના કારણે એવી અટકળો શરૂ થઈ હતી કે એનસીપીના બે જૂથો ફરી એક થઈ જશે અને અજિત પવાર ફરી એકવાર તેમને એક કરીને એક શક્તિશાળી એનસીપીના નેતા બનશે. જોકે, તેમના નિધનથી ક્ષણભરમાં બધું જ ખતમ થઈ ગયું છે. તેમનો પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે.

Exit mobile version