Site icon Time News

Ahmedabad: અમદાવાદમાં 200 પેસેન્જરથી વઘુ સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ: મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડની ઘટના

અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હોવાની માહિતી સામે આવી રહી છે. ગુજસેલ એરપોર્ટ ઉપર પ્લેન ક્રેશ થયું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. પ્લેન ક્રેશ થયાની જાણ થતા જ ફાયરવિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ છે.  પ્લેનમાં  133ની આસપાસ પેસેન્જર હોવાની આશંકા છે. ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે.

આ અંગે વિગતે વાત કરીએ તો, અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થયા બાદ પ્લેન ક્રેશ થયું હતું.  મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું છે. દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા દેખાયા હતા.IGB કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું છે. સામે આવેલી વિગતો અનુસાર પ્લેન વૃક્ષ સાથે અથડાયું હતુ. હાલમાં એરપોર્ટ આસપાસના રસ્તાઓને બ્લોક કરવામાં આવ્યા છે. દુર્ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે. વિમાન દુર્ઘટનાના કારણે આસપાસની બિલ્ડિંગોને પણ અસર થઈ છે.રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થતા મોટું નુકસાન થયું છે.

આ પણ વાંચો, Funeral Assistance Scheme: છેલ્લા 10 વર્ષમાં અંત્યેષ્ટિ સહાય યોજના અંતર્ગત 1307 શ્રમિક પરિવારોને મળી ₹86.86 લાખની સહાય

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version