
અમદાવાદમાં કથળતા કાયદો-વ્યવસ્થા ને લઈને શહેર પોલીસ કમિશનરે એલર્ટ જાહેર કર્યું છે. જાણે કે ગુંડાઓ CP નાં એલર્ટને દોડીને પી ગયા હોય તેવો માહોલ સર્જાયો છે.
ગોમતીપુર વિસ્તારમાં આવેલી લુહાર શેરીમાં રહેતા ભરત મૂળે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ભાવિન ઉર્ફે મનુ ઠાકોર, તેજસ બારોટ ,કપિલા બારોટ ,અભિ બારોટ ,અનિશ ગુનિયા ,અને અભિ વિરુદ્ધ હુમલા ની ફરિયાદ કરી છે ભરત રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે અને દસ વર્ષ પહેલાં સલમા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા આ દરમિયાન 11 એપ્રિલ ભરત અને સલમા રિક્ષા લઈને ગોમતીપુર ખાતે પહોંચ્યા હતા ત્યારે ભાવિન સહિતના લોકો છરી અને દંડા લઈને આવેલા હતા આરોપીઓ ગાળો બોલીને ભરતને કહેવા લાગ્યા હતા કે તમારું કૂતરું કપિલા બારોટના ઘર સુધી કેમ આવવા દો છો.
.ભરત કંઈ બોલે તે પહેલા ભાવિન સહિતના લોકોએ તેમના ઉપર ડંડા વડે હુમલો કરી દીધો હતો આ સિવાય હુમલાખોરોએ ભરતને શરીર પર આડેધડ છરીના ઘા જિંદગી દીધા હતા. સલમાએ ( પત્ની )બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારે હુમલા ખોરો એ ત્યાંથી નાસી ગયા હતા. ઈજાગ્રસ્ત ભરતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો ઘટનાની જાણ ગોમતીપુર પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભાવિન સહિતના લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસની શરૂઆત કરી હતી.
ફરિયાદીની પત્નીના આક્ષેપ પ્રમાણે ગોમતીપુર પોલીસે આરોપીને પકડવામાં ઠીલ રાખી અને તેનો વરઘોડો ન નિકાળી યોગ્ય કાર્યવાહી ન કરાઇ હોવાનો આક્ષેપ ગોમતીપુર પોલીસ પર કર્યો છે.. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુનેગારો બેફામ બની રહ્યા છે જો આ આક્ષેપો સાચા હોય તો અમદાવાદ શહેરને આ ગુંડારાજ બનતા કોઇ નહીં રોકી શકે
