Site icon Time News

Ahmedabad: WSRO રોબોટિક્સ અને STEM ફેસ્ટિવલ ગુજરાત સાયન્સ સિટીમાં ભવ્ય રીતે યોજાયો

ગુજરાત સાયન્સ સિટી ખાતે WSRO રોબોટિક્સ અને STEM ફેસ્ટિવલનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ચેમ્પિયનશિપનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (DST), ગુજરાત સાયન્સ સિટી, હેપીનેસ રિઝર્વ્સ ફાઉન્ડેશન તથા ચિરીપાલ ગ્રુપના સહયોગથી કરવામાં આવ્યું હતું.

આ આયોજનનો મુખ્ય હેતુ દેશમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્ષેત્રોને વધુ મજબૂત બનાવવા તથા યુવા પ્રતિભાઓમાં નવીનતા અને સંશોધન પ્રત્યે ઉત્સાહ જગાવવાનો હતો.

ચેમ્પિયનશિપ દરમિયાન ગુજરાત તેમજ અન્ય રાજ્યોની 17 કોલેજો અને 190 શાળાઓમાંથી 300 ટીમોમાંથી 1500થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સ્પર્ધાઓ દરમિયાન યુવા પ્રતિભાઓએ રોબોટિક્સ ક્ષેત્રમાં પોતાની કુશળતા અને સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું. સાથે જ ભાવિ ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે “સ્ટાર્ટઅપ પિચિંગ અને એવોર્ડ સમારોહ”નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 નવીન સ્ટાર્ટઅપ્સે રોબોટિક્સ, ડીપટેક, ડ્રોન ટેક્નોલોજી, હેલ્થટેક, EV અને ફિનટેક જેવા ઉભરતા ક્ષેત્રોમાં તેમના ગ્રાઉન્ડબ્રેકિંગ વિચારો રજૂ કર્યા હતા.

ગુજરાત સાયન્સ સિટી આ પ્રકારના કાર્યક્રમો દ્વારા યુવા પ્રતિભાઓને ઉદ્યોગના નિષ્ણાતો સાથે જોડાવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આવા ફેસ્ટિવલ્સ દ્વારા રાજ્યમાં વૈજ્ઞાનિક મનોભાવના વિકાસને પ્રોત્સાહન મળતું જાય છે અને ગુજરાત નવીનતા તથા ટેકનોલોજીના ક્ષેત્રમાં આગેવાની તરફ આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો, http://કમલેશ ગોંડલિયા અને અન્ય આરોપીઓ સામે છેતરપિંડી અને છેતરપિંડીના કેસમાં લુકઆઉટ પરિપત્ર જારી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version