Site icon Time News

Ahmedabad: ઇસનપુરમાં પોકેટ કોપ એપ્લિકેશનનો ઉપયોગ કરી રિક્ષામાં ચોરી કરનારા બે આરોપીઓ ઝડપાયા

અમદાવાદ શહેરના ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીના ગુનાને ઉકેલી આરોપીઓને ઝડપી પાડી ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. ગત તારીખ 21/05/2025ના રાત્રે 11:00 વાગ્યે, ફરિયાદી સાબીર મુલ્લા (ઉ.વ. 44) ઇસનપુર ચાર રસ્તાથી મિલ્લતનગર ઢાળ ખાતે જવા રિક્ષામાં બેઠા હતા. આ દરમિયાન રિક્ષા ચાલક અને પાછળ બેઠેલા એક શખ્સે ફરિયાદીની નજર ચૂકવીને તેમના પેન્ટના ખિસ્સામાંથી પર્સ અને તેમાં રહેલી રોકડ રૂ. 27,200/-ની ચોરી કરી હતી. આ બનાવની ફરિયાદ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.આર. સોલંકી અને તેમની ટીમે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષાનો નંબર શોધી કાઢવામાં આવ્યો અને પોકેટ કોપ મોબાઇલ એપ્લિકેશનની મદદથી આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે ગુનામાં વપરાયેલી રિક્ષા (નંબર: GJ.27.TB.6350) કબજે કરી અને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. . ચોરીમાં ગયેલી રોકડ રૂ. 27,200/- સહિત કુલ રૂ. 1,77,200/-નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીઓ:

  1. શાહરૂખ આબીદભાઇ શાહ (ઉ.વ. 30), રહે: જાલમપુરીની ચાલી, ઇન્ડિયા બુલ્સની બાજુમાં, શહેરકોટડા, અમદાવાદ.
  1. ઝાહિદ સુલતાનભાઇ શેખ (ઉ.વ. 32), રહે: મ.નં. 1, અલીફનગર, મુસ્તુફા મસ્જીદની સામે, કેનાલ રોડ, વટવા, અમદાવાદ.

શોધાયેલ ગુનો:
ઇસનપુર પોલીસ સ્ટેશન, એ પાર્ટ ગુ.ર.નં. 11191022250441/2025, બી.એન.એસ. કલમ 303(2), 54 મુજબ.

કામગીરી કરનાર ટીમ:

  1. પો. સબ. ઇન્સ્પેક્ટર એન.આર. સોલંકી
  2. અ. હેડ. કોન્સ્ટેબલ ભરતભાઇ મનુભાઇ (બ.નં. 9816)
  3. અ. પો. કોન્સ્ટેબલ શક્તિસિંહ જગદીશસિંહ (બ.નં. 10166)
  4. અ. પો. કોન્સ્ટેબલ રાજુભાઇ વિહાભાઇ (બ.નં. 12767)
  5. અ. પો. કોન્સ્ટેબલ દિલજીતસિંહ નરેન્દ્રસિંહ (બ.નં. 11799)
  6. અ. પો. કોન્સ્ટેબલ એઝાજહુસેન સાબીરહુસેન (બ.નં. 4602)

આ સફળ કામગીરી દ્વારા ઇસનપુર પોલીસે નાગરિકોની સુરક્ષા અને મિલકતની સલામતી માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

આ પણ વાંચો, Horoscope: આજે આ રાશિના જાતકોને મળશે વડીલોના આશીર્વાદ, જાણો શું કહે છે તમારું રાશિફળ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version