
અમદાવાદ ના પશ્ચિમ વિસ્તારમાં પાલડી વોર્ડ ના ફતેહપુરા પાસે સૌરાષ્ટ્ર સોસાયટી તરફના રોડનું નામકરણ કરવામાં આવ્યું. ફતેહનગરથી સૌરાષ્ટ્ર સોસાયટીના આ માર્ગનું નામ શ્રી રામજી મંદિર માર્ગ રાખવામાં આવ્યું છે. આ માટે ફતેહપુરા ગામ તેમજ સોસાયટીના લોકોનો આભાર માનવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સંસદ સભ્ય દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય અમિતભાઈ શાહ, વિશ્વ હિન્દુ પરિષદના અશોકભાઈ રાવલ, મહંત શ્રી રવિશંકર દાસ (ખાખી બાપુ), ઇન ટાઇમ ન્યૂઝ ના સંસ્થાપક આનંદભાઈ દોશી, સ્થાનિક કોર્પોરેટરો તથા હાજર આગેવાનો દ્વારા નામની તકતીનું અનાવરણ કરવામા આવ્યુ હતું. જય શ્રી રામ ના નારા સાથે હાજર સૌએ આ નામકરણ વિધિને વધાવી લીધી હતી.. આચાર્ય શિવકાન્ત મહારાજ દ્વારા નાના બાળકોને રામ પરિવારની ઝાંખી રૂપે રજૂ કરીને આ પ્રસંગ નું સુંદર આયોજન કર્યું હતુ.
આ પણ વાંચો, Cyber crime: ફેક ડ્રીમ ઇલેવન પેજથી 10 પાસ યુવકે લાખોનો ફ્રોડ કર્યો, સાડીના વેપારીને 17 લાખનો ચૂનો ચોપડ્યો
