Site icon Time News

Ahmedabad: મણિનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા

અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પગલા મંદિર સામે, જયનગર સોસાયટી, રામબાગ ખાતે રહેતા અને સોનાનો શો રૂમ ધરાવી વેપાર કરતા ફરિયાદી મહેશભાઈ ફૂટરમલ સોનીના રહેણાંક મકાનના બાથરૂમની બારીના કાચ કાઢી, પ્રવેશ કરી, અજાણ્યા આરોપીઓ બેડ રૂમના કબાટ તથા તિજોરીમાં રાખેલ ત્રણ સોનાની વીંટી, હોલના મંદિરમાં રાખેલ માતાજીની મૂર્તિ, પૂજાનો ચાંદીનો સામાન, આઇફોન, વિગેરે મળી, કુલ રૂ. 3,20,000/- ની ચોરી કરી નાસી જતા, મહેશભાઈ સોનીના ભાઈ ફરીયાદી પંકજભાઈ ફૂટરમલ સોની ઉવ. 31 રહે. શ્રીરંગ સોસાયટી, મણિનગર, અમદાવાદ દ્વારા મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવતા, મણિનગર પોલીસ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી

મણિનગર પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા, આ ગુન્હામાં બે આરોપીઓ ઘરમાં પ્રવેશતા અને એક ઓટો રિક્ષામાં જતા નજરે પડ્યા હતા. ઓટો રિક્ષા બાબતે આજુબાજુના કેમેરા તેમજ આવવાના તથા જવાના રૂટ ઉપર આશરે 50 જગ્યાના 150 કેમેરા ચેક કરતા, નારોલ ચોકડી પાસેના કેમેરા ચેક કરી, રિક્ષાનો નંબર મેળવી, પોકેટ કોપ એપ્લિકેશન આધારે સર્ચ કરતા, આ ઓટો રિક્ષા આ ઓટો રિક્ષા હાલમાં મુસ્તફા મુમતાઝઅલી શેખ વાપરતો હોવાથી તેને રાઉન્ડ અપ કરવામાં આવ્યો હતો. જેની પ્રાથમિક પૂછપરછમાં શરૂઆતમાં મુસ્તુફા ગલ્લાંતલ્લા કરવા લાગતા તેના નામ આધારે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, રિક્ષા ચાલક મુસ્તફા ભૂતકાળમાં વેજલપુર, નારોલ, સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીમાં ગુનાઓમાં પકડાયેલ હોવાની વિગતો ખુલી હતી. પોલીસની ભાષામાં પૂછવામાં આવતા, આરોપી મુસ્તફાએ પોતાની આ રિક્ષા આરોપીઓ સમિરખાન, સરફરાઝ અને મોહસીન ત્રણેય જણાએ મળી, મણિનગર ખાતે ઘરફોડ ચોરી કરેલાની કબૂલાત કરી હતી. મણિનગર પોલીસ ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં ઘરફોડ કરતી ગેંગના આરોપીઓ (1) મોહસીન અનવરહુસૈન શેખ ઉવ. ૩૮ ધંધો રીક્ષા ડ્રાઈવીંગ રહે. મ.નં.૭, નુરે રેહાન સોસાયટી, કસ્વા પાર્ક, ફતેવાડી કેનાલ, અંબર ટાવર, જુહાપુરા, વેજલપુર, અમદાવાદ શહેર, (૨) સમીરખાન ઉર્ફે કાણા ઈબ્રાહિમખાન પઠાણ ઉવ. ૩૨ ધંધો છુટક મજુરી રહે. મ.નં.૨૮, યુસુફ રેસીડેન્સી, કસ્વા પાર્ક, ફતેવાડી કેનાલ, અંબર ટાવર, જુહાપુરા, વેજલપુર, અમદાવાદ શહેર, (૩) સરફરાજ ઉર્ફે દતુ સ/ઓ મુનિર અહેમદ અંસારી ઉવ. ૩૨ ધંધો રી.ડ્રા. રહે. મ.નં.૮, ગ્રીનપાર્ક સોસાયટી, કસ્વાપાર્કની પાસે, ફતેવાડી કેનાલ, અંબર ટાવર, જુહાપુરા, વેજલપુર, અમદાવાદ શહેર તથા (૪) મુસ્તુફા ઉર્ફે ભજ્જી સ/ઓ મુમતાજ અલી શેખ ઉવ. ૩૫ ધંધો રી.ડ્રા. રહે. મ.નં.૧૯, કોહિનુર ડુપ્લેક્ષ, ઇબ્રાહિમ મસ્જીદની પાસે, ફતેવાડી કેનાલ, અંબર ટાવર, જુહાપુરા, વેજલપુર, અમદાવાદ શહેરની ધરપકડ કરવામાં આવી છે.

મણિનગર પોલીસ ટીમ દ્વારા મણિનગર પોલીસ સ્ટેશનના ખાતેના ઘરફોડ ચોરીનો મુદામાલ ત્રણ સોનાની વીંટી, હોલના મંદિરમાં રાખેલ માતાજીની મૂર્તિ, દિવેલિયા, આરતી, પ્રસાદી પ્લેટ, શિવલિંગનું સ્ટેન્ડ, વાટકીઓ, સહિતનો પૂજાનો ચાંદીનો સામાન, આઇફોન, વિગેરે મળી, કુલ રૂ. 5,47,845/- નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. આમ, મણિનગર પોલીસ ટીમ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશન આધારે ગણતરીના કલાકોમાં સાડા પાંચ લાખ જેટલી માતબર રકમની ઘરફોડ ચોરીનો ગુન્હો ડિટેકટ કરી, તમામ ઓરીજીનલ મુદામાલ સાથે ચાર આરોપીઓની ઘરફોડ ગેંગને પકડી પાડવામાં આવી છે.

પકડાયેલા ચારેય આરોપીઓ બંધ મકાનને જ ટાર્ગેટ કરી, બંધ મકાનમાં બારી વાટે પ્રવેશ કરી, ઘરફોડ ચોરીનો ગુન્હો કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા આ ઘરફોડ ગેંગનો મુખ્ય સૂત્રધાર આરોપી સમીરખાન ઉર્ફે કાણીયો પઠાણ હોવાનું સામે આવ્યું હતું. તે પોતાના પગમાં સળિયો નાખેલો હોવાથી પોતાના સબંધી મિત્રો પાસે રૂપિયાની માંગણી કરતા કોઈએ આપ્યા ન હતા. તેમજ અન્ય આરોપીઓને પણ રૂપિયાની જરૂરિયાત હોવાથી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર સમિરખાન ઉર્ફે કાણો ભૂતકાળમાં વેજલપુર, સરખેજ, વાસણા, સહિતના પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરીના 14 જેટલા ગુનાઓમાં પકડાયેલો છે અને બે વખત પાસા ધારા હેઠળ જેલની હવા ખાઈ ચૂક્યો છે. જ્યારે આરોપી મુસ્તુફા ઉર્ફે ભજ્જી શેખ પણ વેજલપુર, સરખેજ, નારોલ, સહિતના અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનો ખાતે આઠ જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયો છે. આરોપી મોહસીન શેખ કલોલ (ગાંધીનગર જિલ્લા), સરખેજ, દાણીલીમડા, વેજલપુર, મહેમદાવાદ (ખેડા જિલ્લો), સહિતના પોલીસ સ્ટેશનો ખાતે 10 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ આંતરજીલ્લા ગુન્હેગાર છે. ઉપરાંત, આરોપી સરફરાઝ ઉર્ફે દત્તુ અન્સારી પણ ખૂનની કોશિશ, લૂંટ અને ઘરફોડ ચોરીના પાંચેક ગુન્હાઓમા પકડાયેલ છે. આમ, પકડાયેલા ચારેય આરોપીઓ રીઢા ઘરફોડિયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો, Rajpipla: મનસુખ વસાવાનું વિવાદાસ્પદ નિવેદન, અંગ્રેજી ન આવડે તેને પશુ સાથે સરખાવ્યા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version