
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજી (GUJCOST), ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી (GCSC) તેમજ ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ (TDB), ભારત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સહયોગથી, “આત્મનિર્ભર યાત્રા – ગુજરાત ચેપ્ટર” કાર્યક્રમનું આયોજન આજે ગુજરાત સાયન્સ સિટી ખાતે ભવ્ય રીતે સંપન્ન થયું હતું.
“From Lab to Market: TDB Bridges the Gap” વિષય પર આ વિશિષ્ટ કાર્યક્રમનું ઉદ્દઘાટન વિધિવત રીતે થયું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના નવીનતાપ્રેમી ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજી વિકાસકર્તાઓને ટેકનોલોજી કેવળ લેબમાં નહીં પણ માર્કેટમાં સફળતાપૂર્વક શરુ કરવા માટે ટેકનિકલ માર્ગદર્શન તથા આર્થિક સહાયતા ઉપલબ્ધ કરાવવા TDBની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
મુખ્ય સત્રો:
- Funding the Future: TDB તથા ગુજરાત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ્સ માટે ઉપલબ્ધ સહાય યોજના અને સફળ સ્ટાર્ટઅપ્સની કહાનીઓ રજૂ થઈ.
- Beneficiary Experience Sharing: ગુજરાતના વિવિધ ઉદ્યોગકારોએ પોતાની સફળતાની યાત્રા અને અનુભવો જણાવ્યા.
- Demystifying TRL: Laboratory થી commercialization સુધીનો માર્ગ સરળ બનાવવા માટે TRL(Levels) ની વિસ્તૃત સમજ આપી.
- Brainstorming with Ecosystem Leaders: CII, ASSOCHAM, FICCI, iHub, iCreate જેવી સંસ્થાઓ સાથે સ્વદેશી ટેકનોલોજી માટે સહયોગ વધારવાના વિકલ્પો પર ચર્ચા થઈ.
- Innovators’ Dialogue: સ્ટાર્ટઅપ્સ માટે TDB અધિકારીઓ સાથે સીધી ચર્ચાનો અવસર મળી રહ્યો.
- આ યાત્રાના ગુજરાત ચેપ્ટરથી પ્રેરણા લઈને આવનારા સમયમાં દેશભરમાં ટેકનોલોજી આધારિત આત્મનિર્ભરતા વધારવા માટે મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવશે.
- લેબથી માર્કેટ સુધી — ટેકનોલોજી વિકસાવવાની યાત્રા હવે વધુ મજબૂત બનશે!
- આ કાર્યક્રમમાં શ્રી રાજેશકુમાર પાઠક, (સચિવ, TDB, DST, ભારત સરકાર), શ્રીમતી મોના ખંધાર (અગ્ર સચિવ, DST, ગુજરાત સરકાર), ડૉ. સુમેર ચોપરા, (ડાયરેક્ટર GUJCOST), ડૉ. રજત મુના (ડાયરેક્ટ, IIT Gandhinagar), ડૉ. નરોત્તમ સાહૂ (એડવાઈઝર, GUJCOST), શ્રી કપીલ કુમાર ત્રિપાઠી (સાયન્ટીસ્ટ, TDB) તેમજ શ્રી વિમલ પટેલ, GAS (એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર, GCSC) ઉપસ્થિત રહ્યાં.
આ પણ વાંચો, Ahmedabad: રથયાત્રા પહેલાનો મહત્વનો પ્રસંગ ‘જળયાત્રા’ 11 જૂને યોજાશે, જગન્નાથ મંદિરમાં તૈયારીઓ શરૂ
