Site icon Time News

 અમદાવાદની શાળાઓને ધમકી ભર્યો ઇ-મેલ, આનંદ નિકેતન, ઝાયડસ, કેલોરેક્સ, સંત કબીર સહિતની સ્કૂલોને ઉડાવી દેવા ધમકી

ગાંધીનગર વિધાનસભા ગૃહને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ  ધારાસભ્યો-મંત્રીઓને સુરક્ષિત બહાર લઈ જઈને સમગ્ર સંકુલ ખાલી કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી  ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાક મચી ગઈ છે. મળતા અહેવાલ પ્રમાણે કેલોરેક્સ, ઝેબર, આનંદ નિકેતન, ઝાયડસ વેજલપુર સહિતની શાળાઓને ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા. સ્કૂલોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

સ્કૂલોએ પોલીસને જાણ કરી હતી. આ ગંભીર મામલાને પગલે સ્થાનિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને સાયબર ક્રાઈમ ની ટીમોએ શાળાઓમાં સઘન ચેકિંગ શરૂ કર્યું છે. જોકે, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ઈ-મેઈલના સ્ત્રોતની તપાસ વધુ ઝડપી કરવામાં આવી છે.

યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન

ધમકી મળતાની સાથે જ શાળા સંચાલકોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં જ સ્થાનિક પોલીસનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરીક્ષાનો છેલ્લો દિવસ હોવાથી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મોટી સંખ્યામાં હતી. તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી વર્ગખંડો ખાલી કરાવાયા હતા અને સુરક્ષિત રીતે વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.

સાયબર ક્રાઈમની તપાસ

પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં આ એક ‘હોક્સ કોલ’ (ખોટી ધમકી) હોવાનું જણાય છે, પરંતુ સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે ખૂણેખૂણાનું ચેકિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ આ મેઇલનું IP એડ્રેસ ટ્રેસ કરી રહી છે. અગાઉ પણ ગણતંત્ર દિવસ અને બજેટ સત્ર દરમિયાન આ પ્રકારની ધમકીઓ મળી હતી, જેમાં વિદેશી સર્વરનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું હતું.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: અમદાવાદના કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગ, 30 દુકાનો ખાખ

Exit mobile version