Site icon Time News

અમદાવાદમાં સિઝનનો 62 ટકા વરસાદ, જાણો કયા તાલુકામાં કેટલો વરસાદ ખાબક્યો

અમદાવાદમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં સરેરાશ 17 ઈંચ સાથે 62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેની સરખામણીએ ગયા વર્ષે 3 ઓગસ્ટ સુધી સિઝનનો 11 ઈચ સાથે સરેરાશ 43.64 ટકા વરસાદ વરસ્યો હતો. 

અમદાવાદ શહેરમાં હજુ સુધી સરેરાશ 21.40 ઈંચ સિઝનનો 67.50 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગયા વર્ષે 3 ઓગસ્ટ સુધી સરેરાશ 15 ટકા વરસાદ વરસ્યો હતો.  જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં હાલ આગામી સાત દિવસ વરસાદની કોઇ સંભાવના નથી. અમદાવાદ જિલ્લામાંથી દસ્ક્રોઇમાં સરેરાશ 23 ઈંચ સાથે સૌથી વધુ 93 ટકા જ્યારે સાણંદમાં 12.12 ઈંચ સાથે સૌથી ઓછો 40 ટકા વરસાદ નોંધાયો છે.

આ સિવાય અમદાવાદના મોટા ભાગના તાલુકામાં સરેરાશ 50 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદમાં જૂન સુધી સરેરાશ 31 ટકા, જુલાઇમાં 30 એમ કુલ 61 ટકા જેટલો વરસાદ પડ્યો હતો.  

અમદાવાદ જિલ્લામાં ક્યાં વધુ વરસાદ

તાલુકોઈંચમાંસરેરાશ
અમદાવાદ શહેર21.4067.50%
બાવળા    18.3070.50%
દસ્ક્રોઈ  22.5993.00%
દેત્રોજ11.0049.00%
ધંધુકા        16.5757.00%
ધોલેરા14.4052.59
ધોળકા20.0069.50%
માંડલ12.0061.00%
સાણંદ   12.1240.00%
વિરમગામ  14.6062.00%
Exit mobile version