Site icon Time News

Ahmedabad Rath Yatra 2026 / આ વર્ષે રથયાત્રામાં પ્રથમવાર હાથીઓ માટે હશે હાઈટેક સુરક્ષા, જાણો અન્ય નિર્ણય

ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ આ વર્ષે સુરક્ષામાં અનેક નવા પ્રયોગો કરવા જઈ આ છે. ગત વર્ષ રથયાત્રા દરમિયાન હાથી ભડકવાની ઘટના બાદ આ વર્ષે પ્રથમ વખત રથયાત્રામાં સામેલ તમામ ૧૮ હાથી પર સીસીટીવી કેમેરા અને ડેસિબલ મીટર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ હાઈટેક વ્યવસ્થાથી હાથીની આસપાસની ભીડ પર સતત નજર રાખી શકાશે તેમજ વધુ પડતા અવાજ પર તાત્કાલિક નિયંત્રણ મેળવી શકાશે.

બેઠકમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણય

ક્રાઈમ બ્રાંચ દ્વારા તૈયાર કરાયેલા આયોજન મુજબ દરેક સાથી પર એક સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ કેમેટા હાથીની આસપાસની ભીડ, લોકોની હિલચાલ અને કોઈ શંકાસ્પદ સ્થિતિ પર સતત નજર રાખશે. કેમેરામાંથી મળતાં દશ્યો કંટ્રોલ રૂમ સુધી પહોંચશે, જેથી કોઈ પણ અસામાન્ય પરિસ્થિતિ સર્જાય તો પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી શકે. આ ઉપરાંત તમામ હાથી પર ડેસિબલ મીટર પણ લગાવવામાં આવશે. આ સાધન હાથીની આસપાસના અવાજની તીવ્રતા માપશે. જો અવાજ નિર્ધારિત મર્યાદાથી વધુ હશે તો પોલીસ અને આયોજકોને તાત્કાલિક જાણ થશે, જેથી ડીજે, બૅન્ડકે અન્ય ઘોંઘાટ બંધ કરાવી શકાય. ગત વર્ષે વધુ પડતા અવાજના કારણે હાથી ભડકવાની ઘટના સામે આવી હતી. તે ઘટનામાંથી બોધપાઠ લઈને આ વર્ષે સુરલા વ્યવસ્થામાં આ ફેરફારો કરવામાં આવ્યા છે.

કાઈમ બ્રાંચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું છે કે, રથયાત્રામાં સામેલ તમામ ૧૮ સાથી પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. તેના દ્વારા હાથીની આસપાસની સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી શકાશે. સાથે જ ડેસિબલ મીટર દ્વારા અવાજનું સ્તર પણ માપવામાં આવશે, જેથી હાથીને કોઈ પ્રકારની તકલીફ ન થાય અને સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ રીતે પુર્ણ થાય.

Exit mobile version