Site icon Time News

Ahmedabad: રામનવમીને લઈને અમદાવાદ પોલીસ કમિશનરની બેઠક, શોભાયાત્રાની સુરક્ષા સહિત આ મુદ્દા પર થઈ ચર્ચા

અમદાવાદ શહેરની સુરક્ષા માટે પોલીસની સમીક્ષા બેઠક મળી હતી. અમદાવાદ શહેરના તમામ PI આ બેઠકમાં હાજર રહ્યા હતા.. બેઠક મામલે પત્રકારોને માહિતી આપતા અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું શહેરમાં CCTV લગાવવા પ્રોજેકટની ચર્ચા કરી છે. શહેરમાં 14 હજાર cctv લગાવવામાં આવ્યા છે. 250 જેટલા CCTVની કામગીરી કન્ટ્રોલમાં શરૂ થઈ છે.

આ સાથે શહેર પોલીસ કમિશનરે કહ્યું કે રામનવમીની શોભા યાત્રાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. અમદાવાદમાં 23 શોભાયાત્રાને મજુરી મળી છે. સંવેદનશીલ વિસ્તારમાં શોભાયાત્રામાં ક્રાઇમ બ્રાન્ચ સાથે રહેશે તેવું તેમણે જણાવ્યું.મહત્વપૂર્ણ છે કે હજુ ગઇકાલેજ પોલીસ કમિશનર દ્વારા શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઇને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનો સમય સૂચિત કરી દેવામાં આવ્યો છે. અને કહેવામાં આવ્યું છે કે તે સમય દરમ્યાન તેમણે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે.. આ અંગે બોલતા પોલીસ કમિશનરે કહ્યું કે પોલીસ સ્ટેશનમાં PI હાજર ન હોતા હોવાની લોકોની ફરિયાદ મળી હતી.. જેને લઇને PI માટે પોલીસ સ્ટેશનમાં ફરજિિયાત હાજર રહેવાનો સમય સૂચિત કરવામાં આવ્યો છે.. આ સમય દરમ્યાન નાગરિકો પીઆઇને મળી શકશે. આ સૂચના અનુસાર શહેરના દરેક પોલીસ ઇન્સ્પેકટરે દરરોજ સાંજે 4થી 6 વાગ્યા સુધી પોતાના પોલીસ સ્ટેશનમાં હાજર રહીને મુલાકાત માટે આવતાં મુલાકાતીઓને મુલાકાત આપી તેઓની રજૂઆતો સાંભળવાની રહેશે.

આ પણ વાંચો, અમદાવાદ શહેરમાં ડફનાળા પાસે બેફામ દોડતી કારે રીક્ષાને મારી ટક્કર, દુર્ઘટનામાં 4 લોકો ઘાયલ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version