
રાજ્યના અમદાવાદમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની મણિનગર પોલીસે બિજનોર રીક્ષા ગેંગના ચાર આરોપીઓને શાહઆલમ દરવાજા પાસેથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓએ 14.65 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી. આ ઘટના રક્ષાબંધન ઉજવવા મુંબઈથી અમદાવાદ આવેલી એક વૃદ્ધાની સાથે બની હતી. ઉલ્લેખનીય છે કે આ ગેંગ મુસાફરોને ટાર્ગેટ બનાવતી હતી.
વૃદ્ધા મણિનગર રેલ્વે સ્ટેશનથી શાહીબાગ જતી વખતે આરોપીઓએ રીક્ષામાં ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન આરોપીઓની ધરપકડ કરી અને ચોરાયેલા દાગીના કબજે કર્યા હતા. આ ગેંગ રીક્ષામાં મુસાફરોને નિશાન બનાવી ચોરી કરવા માટે કુખ્યાત હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે કે આ ગેંગે અન્ય કેટલા લોકોને નિશના બનાવીને લૂંટ મચાવી છે.
