
અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને તંત્ર હવે વિવિધ બાબતોને લઈ કાર્યવાહી હાથ ધરશે. જે અનુસંધાને અમદાવાદ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં સર્વે હાથ ધરાશે. એરપોર્ટની આસપાસની નડતરરૂપ બિલ્ડિંગનો સર્વે કરાશે. જેમાં મહાપાલિકા, ટ્રાફિક પોલીસ સાથે સિવિલ એવિએશન પણ જોડાશે.
કેન્દ્ર સરકારે 60 દિવસની મર્યાદામાં કાર્ય કરવા એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે કે, નડતરરૂપ બિલ્ડિંગ્સનો સર્વે કરવું. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે.
તો બીજી તરફ પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસે જોર પકડ્યુ છે, ત્યારે આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓ પણ દુર્ઘટનાના કારણની તપાસ અર્થે આવી અમદાવાદ આવી હતી. યુએસ અને યુકેથી એજન્સીઓ તપાસ માટે ભારત આવી હતી. જેમાં DGCA સહિત AAIB, NTSB, FAA, ICAO જેવી ઉચ્ચ સ્તરીય તપાસ એજન્સીઓનો સમાવેશ થાય છે. તમામ એજન્સી તપાસના અલગ અલગ પાસાંઓ પર કામ કરવા લાગી છે.
આ પણ વાંચો. http://‘દેશમાં અંગ્રેજી બોલતા લોકો ટૂંક સમયમાં શરમ અનુભવશે…’ અમિત શાહે કેમ આવું કહ્યું
