Site icon Time News

Ahmedabad plane crash: 10 મૃતદેહની નથી થઈ રહી ઓળખ, કુલ 190 લોકોના DNA થયા મેચ

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનો પાસેથી DNA મેચ કરીને મૃતદેહો સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આજે સિવિલ હોસ્પિટલની કામગીરી પર સુપરિટેન્ડેન્ટને પત્રકાર પરિષદમાં DNA મેચ અને મૃતદેહોની ઓળખ સહિતની માહિતી આપી હતી.

સિવિલ સુપરિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘મુજબ કુલ 190 લોકોના DNA મેચ થયા છે. જેમાંથી બે લોકલ સહિત કુલ 159 મૃતદેહો પરિવારોને સોંપવામાં આવ્યા છે. હાલ 35 મૃતદેહ વેઈટિંગમાં છે. જેમાંથી 5 મૃતદેહોની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.’

આ ઉપરાંત 15 લોકો બીજા સગાની રાહ જોઈ રહ્યા છે. અહીં એ વાત પણ નોંધવા જેવી છે કે, 10 મૃતદેહો એવા પણ છે જેના સગાના કોઈ સમાચાર નથી. જે કુલ મૃતદેહો સોંપવામાં આવ્યા છે તેમાં 123 ભારતીયો હતા જ્યારે 4 પોર્ટુગીઝ, 27 યુકેના તેમજ એક કેનેડિયન અને 4 નોન પેસેન્જર હતા. મોટા ભાગના પાર્થિવદેહને બાય રોડ મારફતે મોકલાયા હતા. જ્યારે વિદેશના મૃતદેહોને પ્લેન મારફતે મોકલવામાં આવ્યા છે.

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમારને હાલ રજા આપવામાં આવી છે. જો કે પ્લેનની દુર્ઘટનામાં વિશ્વાસના ભાઈનો મૃત્યું થયું તેની કોઈ ભાળ હજુ સુધી મળી નથી. હાલ DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આ પછી જ તેની ઓળખ થઈ શકે છે. નોંધનીય છે કે, હોસ્પિટલમાં કુલ 9 દર્દીઓ સારવાર હેઠળ હતા, જેમાંથી વિશ્વાસને રજા આપી દેવામાં આવી છે જ્યારે અન્ય સાત દર્દીઓ સારવાર હેઠળ છે તેમજ એક દર્દીનું મોત થયું છે.

આ પણ વાંચો, Heavy rain forecast: આગામી 6 દિવસ ભારે વરસાદ ખાબકવાની આગાહી, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન

https://www.instagram.com/timenewsguj/reels

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version