Site icon Time News

Ahmedabad: ઈનોવેટર્સ અને બિઝનેસમેનને એકસાથે લાવતો કાર્યક્રમ ‘પેનલ ડિસ્કશન’ યોજાયો

USના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાઈને આવેલા ડોનાલ્ડ ટ્રમ્પથી ભારતને નુકશાન કે ફાયદો, તે વિષય પર શહેરની એક હોટલ ખાતે પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓ2એચ ગ્રૂપ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં ઓ2એચના કો-ફાઉન્ડર સુનિલ શાહે જણાવ્યું હતું કે, ટ્રમ્પની નવી નીતીઓ ભારતની આર્થિક સ્થિતિને નવી દિશામાં લઈ જઈ શકે છે. સંરક્ષણવાદી વેપાર નીતીઓ ભારતને વૈશ્વિક વેપારી કેન્દ્ર અને રોકાણ માટે અનુકૂળ હબ તરીકે ગોઠવી શકે છે.

ઈન્ડિયાનો ટ્રેડ ડેફિશીટ ચીન કરતા ઓછો છે. જેથી USનું વિઝન ચીન તરફ વધારે છે. પણ ભારત ચીનને કાઉન્ટર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. માટે ભવિષ્યમાં USને ભારતની જરૂર પડશે. આ પેન્લ ડિસ્કશનમાં ટ્રમ્પના ચૂંટાયા બાદ ભારતની આર્થિક સ્થિતિ, AI એજન્ટ્સનો ઉદય, સ્થૂળતા એક આરોગ્ય સંકટ તરીકે જેવા વિષયો પર પણ વાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેરના વિવિધ ક્ષેત્રના ઈનોવેટર્સ અને બિઝનેસમેન ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો, Parle-G કંપનીના અનેક સ્થળોએ ITના દરોડા, સવારથી તપાસ ચાલુ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version