
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં કરુણ મોત થયું હતું. જેમાં તેમના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે તેમના પરિવારને તેમને પાર્થિવ દેહ સોંપવામાં આવશે, આજે સવારે વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લઇ જવામાં આવશે અને સાંજે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે.
મહત્વનું છે કે, અમદાવાદ વિમાન દૂર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે. 12 જૂને બપોરે 1.40 વાગ્યે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રેશ થઇ હતી જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરોના મોત થયા હતા જ્યારે આ દૂર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવિત બચ્યો હતો. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ થતાની ગણતરીની સેકન્ડોમાં જ બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો સિવાય મેડિકલ હોસ્ટેલની મેસમાં રહેલા તેમજ આસપાસ રહેતા કેટલાક લોકોના પણ મોત થયા હતા.
16 જૂન, સોમવાર – અંતિમ વિદાયનો દિવસ
સવારના 11:00 વાગે વિજયભાઈ રૂપાણીના પાર્થેવ દેહને ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી અમદાવાદ સીવીલ હોસ્પિટલ તરફ લઇ જવામાં આવશે.
સાંજના 11:30 વાગ્યે દેહનો સ્વીકાર અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે થશે.
11:30 થી 12:30 દરમિયાન પાર્થેવ દેહ સીવીલ હોસ્પિટલથી અમદાવાદ એરપોર્ટ તરફ રવાના થશે.
12:30 વાગે એરપોર્ટ પરથી હવાઈ માર્ગે રાજકોટ માટે ફ્લાઇટ લેશે.
બપોરે 2:00 વાગ્યે દેહ રાજકોટ એરપોર્ટ પર પહોંચશે.
ત્યારબાદ 2:00 થી 4:00 દરમિયાન વિશિષ્ટ રૂટ મારફતે પાર્થેવ દેહ રાજકોટ નિવાસસ્થાન તરફ લઈ જવાશે – જેમાં ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ આશ્રમ, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ, પુજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ, કેસરીહિંદ પુલ અને અન્ય મુખ્ય માર્ગોનો સમાવેશ થાય છે.
4:00 થી 5:00 – જાહેર દર્શન
રાજકોટ નિવાસસ્થાન (પૂજિત, પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સામે) ખાતે પાર્થેવ દેહના જાહેર દર્શન માટે વ્યવસ્થા કરાશે. લોકોએ તેમના નેતાને અંતિમ વિદાય આપી શકે તે માટે આ સમય નક્કી કરાયો છે.
5:00 થી 6:00 – અંતિમયાત્રાનિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન યાત્રા હાથ ધરવામાં આવશે. માર્ગમાં નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક, મહિલા કોલેજ ચોક, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર સહિતના ચોક પાસેથી પસાર થવાનું આયોજન છે.
17 જૂન, મંગળવાર – શ્રદ્ધાંજલિ સભા, રાજકોટ
સમય: સાંજે 3:00 થી 6:00
સ્થળ: રેસકોર્સ મેદાન, રાજકોટ
રાજકોટમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિકારાઓની હાજરી માટે વિશાળ સભાની તૈયારી છે.
19 જૂન, ગુરુવાર – શ્રદ્ધાંજલિ સભા, ગાંધીનગર
સમય: સવારે 9:00 થી 12:00
સ્થળ: હૉલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર
આ પણ વાંચો, Horoscope: આ રાશિના જાતકોને થશે ધન લાભ, જાણ અન્ય લોકોને કેવો રહેશે સોમવાર
