
અમદાવાદમાં યોજાઇ રહેલી રથયાત્રામાં એક તરફ માનવ મહેરામણ ઊમટ્યું છે ત્યારે ભીડને જોઈને ગજરાજ ગભરાઈ જઈને આમતેમ ભાગવા લાગ્યા હતા. જ્યારે ખાડિયા વિસ્તારના ગોલ્ડવાડ પાસેથી રથયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે માનવ મહેરામણ જોઈને ગજરાજ બેકાબૂ બન્યા હતા. ખાડિયા વિસ્તારમાં ગજરાજ બેકાબુ થતાં તરત જ સ્ટાફ દોડતો થયો હતો. થોડી વાર માટે રથાયાત્રા રૂટ પર દોડધામ મચી જવા પામી હતી. અને રથયાત્રાને રોકવાની ફરજ પડી હતી.
ખાડિયા વિસ્તારમાં ગજરાજ બેકાબુ થતાં લોકોમાં નાસભાગ અને અફર તફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ડરીને નાસ ભાગ કરવા લાગ્યા હતા અને જેને લીધે વધુ ભયંકર ની સ્થિતિ સર્જાઇ હતી. જો કે હાથીઓ બેકાબુ થતાં મહાવતે તેમને કાબુમાં લેવા પ્રયત્નો કર્યા હતા. અંતે સાથળ પર તૈનાત મેડિકલની ટીમે હાથીને ઇન્જેકશન આપીને હાથીને શાંત પાડયા હતા.
રથયાત્રામાં સામેલ હાથીઓ વધુ પડતાં અવાજને કારણે બેકાબુ બન્યા હતા. મળતી માહિતી મુજબ ડી,જે, ના અવાજને કારણે તેઓ રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયા હતા. હાથીને ભાગતા જોઈને લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જેમાં ત્રણ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ ડી.જેના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબૂ બન્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસની સમયસૂચકતાના કારણે કોઈ અફરાતફરી નહતી મચી અને ગણતરીની મિનિટોમાં મહાવતે હાથી પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસની કામગીરીના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી.
ગજરાજ બેકાબુ થતાં થોડીવાર માટે રથયાત્રા થોભી ગઈ હતી. જે હાથી શાંત પડતાં ફરી યથાવત રીતે ચાલુ કરવામાં આવી હતી
