Site icon Time News

અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ

અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં ભીષણ આગ લાગી હતી. અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં આવી હતી. સ્કાયસિટી રિવેરા ઇલાઇટમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. C વિંગમાં ત્રીજા માળે આગ લાગી હતી. એસીમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. મકાનમાં લાકડાના ઈન્ટિરિયરના કારણે આગ વધુ પ્રસરી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં.

ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પહોંચી હતી. ભીષણ આગને પગલે 15 માળ સુધી આગનો ધુમાડો ફેલાયો હતો. આગ લાગતાની સાથે જ ફ્લેટના સી બ્લોકના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે નીચે ઉતરી ગયા હતા. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, ફાયરબ્રિગેડ દ્વારા આગના સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી છે. કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડના 8 વાહનો અને અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લઈ લીધી છે.

સ્કાયસિટી રિવેરા ઇલાઇટ નામની બિલ્ડિંગમાં સી બ્લોકના ત્રીજા માળના મકાનમાં આગ લાગી હોવાનો ફાયર બ્રિગેડને મેસેજ મળ્યો હતો. ફાયર બ્રિગેડની સૌપ્રથમ બેથી ત્રણ ગાડીઓ સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી ત્યારે સી બ્લોકના ત્રીજા માળે મકાનમાં આગ લાગેલી હતી અને આગ વિકરાળ બનીને ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. 

સ્થાનિકોએ જણાવ્યું કે સૌપ્રથમ ત્રીજા માળના મકાનમાં આગ લાગી હતી, જેના માટે સિક્યુરિટી ગાર્ડને જાણ કરવામાં આવી હતી. સિક્યુરિટી ગાર્ડ તરત જ દોડીને ત્રીજા માળ ઉપર પહોંચી ગયો હતો અને જે ચાર લોકો મકાનમાં હતા, તેમને તરત જ બહાર કાઢી લીધા હતા. ધુમાડો ખૂબ જ વધી જતા લોકોમાં પણ ભય ફેલાયો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લઈ લીધી હતી. જે લોકો ત્રીજા માળથી ઉપરના માળ સુધી ફસાયેલા હતા, તે તમામ લોકોને ઉપર લઈ જવામાં આવ્યા હતા.                                              

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ

Exit mobile version