Site icon Time News

Ahmedabad: સિવિલ મેડિસીટિની સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ

8મી માર્ચ વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં આજે અમદાવાદ સિવિલ મેડિસિટીની ગવર્ન્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટયૂટ ખાતે ઉજવણી કરવામા આવી હતી. જેમાં સરકારી સ્માઈલ ઇન્સ્ટિટ્યૂટના ૧૦૦ થી વધું મહિલા સ્ટાફ સેલ્ફ ડિપેન્સની તાલી મેળવીને આત્મ રક્ષણ માટે સજ્જ બન્યા હતા. ગવર્ન્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટીટ્યુટના નિયામક ડૉ. પિયુષ મિતલના નેતૃત્વ હેઠળ ડો. નીધી ઠાકુર (આઇ.પી.એસ, સુપ્રિટેન્ડેન્ટ- સાબરમતી જેલ) સહિત વિવિધ વિભાગોના વડા, આ સંસ્થા ખાતે આવ્યા હતા.

ચાર કોલેજના પ્રિન્સિપાલ તથા અમનદીપ ગોત્રા – જનરલ સેક્રેટરી (થાઇબોક્ષીંગ એસોસીએસન-ગુજરાત) અને તેમની ટીમના સંયુક્ત પ્રયાસે હોસ્પિટલના મહિલા સ્ટાફ માટે સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગવર્ન્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ ખાતેની તમામ મહિલા સ્ટાફ, દર્દીઓના સગા તેમજ સંસ્થા ખાતે આવેલ ચાર કૉલેજની વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ માટેની કેટલીક પધ્ધતીઓ શિખવાડવામા આવી અને તેનો ઉપયોગ કરવા વિશે પણ માહીતગાર કરાયા હતા. તમામ મહિલાઓએ આ ઉજવણીમા ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લીધો હતો.

આ પણ વાંચો. Ahmedabad: SP રીંગ રોડ પર રોપડા બ્રિજનો બંને સાઈડનો રોડ બંધ કરાયો, બુલેટ ટ્રેનની કામગીરીના પગલે 10 દિવસ માટે રોડ બંધ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/streams

Exit mobile version