Site icon Time News

Ahmedabad: સાયન્સ સિટીમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી, મહિલાઓના સશક્તિકરણ વિશે સંવાદ યોજાયો

રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં અવાર-નવાર સમાજને વિજ્ઞાન સાથે જોડવાના હેતુથી વિજ્ઞાનના પ્રચાર અને પ્રસારના કાર્યક્રમો યોજાતા રહે છે, ત્યારે આજે સાયન્સ સિટીમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે “For ALL women and girls: Rights. Equality. Empowerment” ની થીમ અંતર્ગત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

વિજ્ઞાન અને વિકસતાં વિશ્વમાં મહિલાઓની ભૂમિકા મજબૂત બને, તે દિશામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. મહિલાઓના અધિકાર, સમાનતા અને સશક્તિકરણ પર ઉંડા સંવાદ સાથે એક પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો. આ દિવસની ઉજવણી અર્થે સાયન્સ સિટીના મહિલા વૈજ્ઞાનિકો દ્વારા ખાસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં આશરે 150 જેટલી વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત સહભાગીઓને જુદા જુદા ક્ષેત્રમાં ખ્યાતનામ મહિલાઓ અંગે વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી તેમજ તેઓની કારકિર્દી અંગેના સંઘર્ષ તથા સિદ્ધિઓ વિશે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને સાયન્સ સિટીનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ઝૂઓલોજીના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ઊર્જા દેસાઈ તથા ગુજરાત સાયન્સ સિટી ખાતે કાર્યરત મહિલા વૈજ્ઞાનિકો મેઘા પંડ્યા, હર્ષિદા પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો, Ahmedabad: ‘અમદાવાદ કેમ’ એપ્લિકેશન આવતા મહિને લોન્ચ થશે, રોડ પર કચરો ફેંકતા કે થૂંકતા લોકોનો ફોટો પાડી એપ પર મૂકો અને ગિફ્ટ વાઉચર મેળવો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version