Site icon Time News

Ahmedabad: જેતલપુરમાં એન્જી. કંપનીમાંથી 13.51 લાખના કોપરના પાટાની ચોરી, CCTV ફૂટેજમાં બે ઇસમો મોઢા ઉપર માસ્ક પહેરલ જોવા મળ્યા

શહેરના છેવાડે જેતલપુર ચોસર રોડ પર આવેલી એક કંપનીમાં બે બુકાનીધારીએ દિવાલ કુદી અંદર પ્રવેશીને રૂ. 13.51 લાખના કોપરના માલસામાનની ચોરી કરી હતી. આ અંગે નારોલ પોલીસે સીસીટીવી ફુટેજમાં કેદ થયેલા આરોપીઓની શોધખોળ આદરી છે.

જેતલપુર ચોસર રોડ પર આવેલી એન્જીનીયરીંગ કંપની મા રાત્રેની સમયે મોઢા પર માસ્ક પહેરી આવેલ બે ઈસમોએ 1351388 કોપરના 29 પાટા ની ચોરી દોઢ માસ પૂર્વે કરી હોવાની ફરિયાદ નારોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. જેતલપુર ચોસર રોડ ઉપર આવેલ શીયા એન્જીનીયરીંગ પ્રોજેક્ટ ઇન્ડીયા પ્રા.લીમીટેડ નામની કંપનીમા છેલ્લા આઠ વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા વિકાસ મહેશ્વર ઝા એ દાખલ કરેલ ફરિયાદ મુજબ 21 ફેબ્રુઆરી 2025 ના રોજ રાત્રીના પોણા બે વાગે મોઢા ઉપર માસ્ક પહેરલ બે અજાણ્યા ઇસમો કંપનીના પાછળના ભાગે આવેલ કોટની દિવાલ કુદી અંદરના ભાગે કંપની ના પ્રોડક્શન વિભાગમા પ્રવેશી કોપરના બસબારના રૂપિયા 1351388 ના 29 નંગ પાટા ચોરી કરી કોટ કુદી જતા રહેલ હોવાની ફરિયાદ નારોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે.

હાથીજણ વિનોબાભાવેનગરમાં રહેતા વિકાસભાઇ ઝા જેતલપુરમાં આવેલ ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ગત 21 ફેબ્રુઆરીના રોજ તેઓ ઘરે હાજર હતા.ત્યારે કંપનીના માલિકનો ફોન આવ્યો હતો અને જણાવ્યુ કે કંપનીમાં ચોરી થઇ છે. તમે પહોચો. જેથી વિકાસભાઇ તાત્કાલિક કંપનીએ પહોચ્યા હતા.જયાં પ્રોડકશન વિભાગમાં જતા બધો સામાન અસ્ત વ્યસ્ત પડ્યો હતો. બાદમાં કંપનીમાં તપાસ કરતા કોપરના બસબારના પાટા જણાઇ આવ્યા ન હતા. થોડી વાર બાદ કંપનીના માલિકો પણ દોડી આવ્યા હતા. કંપનીમાં વધુ તપાસ કરતા કંપનીમાં રહેલા કોપરના બસબાર પાટ નંગ કુલ રૂ.13.51 લાખની 29 કોપરની બસબાર પાટોની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં કંપનીના સીસીટીવી ફૂટેજ જોતા બે બુકાનીધારી શખ્સો કંપનીની દિવાલ કૂદીને ઘૂસ્યા હતા અને ચોરી કરીને ફરાર થઇ ગયા હોવાનુ બહાર આવ્યુ હતુ. આ અંગે વિકાસભાઇએ ફરિયાદ નોંધાવતા નારોલ પોલીસે તપાસ હાથધરી છે. બીજીતરફ પોલીસને એ દિશામાં પણ તપાસ હાથ ધરી રહી છે કે ફેબ્રુઆરી મહિનામાં ચોરીનો બનાવ બન્યો છે તો બે મહિના પછી શા માટે ફરિયાદ નોંધાવવામાં આવી છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

ચોરીની સૌ પ્રથમ જાણ સિક્યુરિટીને થયેલ સિક્યુરિટી ગાર્ડે કંપનીના ડાયરેકટર ને જાણ કરતા એકાઉંન્ટ ને માહિતી આપતા કંપની પર જઇ તપાસ કરતા કંપનીની અંદર પ્રોડકશન વિભાગમા જતા સામાન અસ્ત વ્યસ્ત પડેલ હતો . કોપરના બસબારના કેટલાક પાટા જણાયેલ નહીં અને કંપનીની અંદર લગાવેલ સી.સી.ટી. વી. કેમેરા ચેક કરતા બે અજાણ્યા ઇસમો મોઢા ઉપર માસ્ક પહેરલ હાલતમાં જોવા મળેલા.જે રાત્રીના સાડા બાર વાગે કોટ કુદી આવેલ અને પોણા બે વાગે ચોરી કરી કોટ કુદી નાસી ગયા હતો.

આ પણ વાંચો, Ahmedabad: અસલાલી સર્કલ પાસે CNG રિક્ષામાંથી 57 હજારનો વિદેશી દારૂ ઝડપાયો, બે આરોપીની અટકાયત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version