
અમદાવાદ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં મોટો પલટો આવતા અનરાધાર વરસાદ શરૂ થયો છે. માત્ર 30 મિનિટના ટૂંકા ગાળામાં જ આકાશમાંથી મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતાં શહેરના મુખ્ય રસ્તાઓ પર ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે.
શહેરના પૂર્વથી લઈને પશ્ચિમ સુધીના તમામ ઝોનમાં અચાનક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. પરંતુ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે સામાન્ય જનજીવન અને ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.
