Site icon Time News

Ahmedabad: ગુજરાત હાઇકોર્ટે વિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા મૌન પાળ્યું

ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને વરિષ્ઠ ન્યાયાધીશો સહિત ઉપસ્થિતોએ કોર્ટની કાર્યવાહી શરૂ થતા પહેલાં બે મિનિટનું મૌન પાળ્યું હતું.

અમદાવાદ શહેરમાં ૧૨ જૂનના રોજ થયેલી પ્લેનક્રેશની અત્યંત દુઃખદ અને આઘાતજનક કરુણાંતિકામાં ભોગ બનેલા નિર્દોષ પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને તેમના દિવંગત આત્માની શાંતિ માટે, ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને સાથી ન્યાયાધીશો, રજિસ્ટ્રીના અધિકારીઓ તથા વકીલોએ સાથે મળીને કોર્ટની કાર્યવાહી શરૂ થતા પહેલાં બે મિનિટનું મૌન પાળ્યું હતું.

હાઈકોર્ટે તેની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, આ કપરા સમયે, અમારા વિચારો અને પ્રાર્થનાઓ મૃતકોના પરિવારો અને આ ભયાનક ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સાથે છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરીએ છીએ.

આ પણ વાંચો, Breaking News: એર ઇન્ડિયાના વધુ એક પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ, 156 મુસાફરોના જીવ મૂકાયા જોખમમાં

https://www.instagram.com/timenewsguj/reels

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version