Site icon Time News

Ahmedabad: ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર વસાવટ કરતી બાંગ્લાદેશી મહિલાની કરી અટકાયત, બનાવટી દસ્તાવેજો કર્યા હતા ઉભા

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર રીતે વસવાટ કરતી એક બાંગ્લાદેશી મહિલા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, મળતા અહેવાલ પ્રમાણે પોલીસે આ મહિલાની અટકાયત પણ કરી છે. આ મહિલા છેલ્લા 15 વર્ષથી અમદાવાદમાં રહેતી હતી અને તેણે બનાવટી દસ્તાવેજોના આધારે ભારતીય નાગરિકત્વના પુરાવા ઉભા કર્યા હતા. આ ઉપરાંત, તેણે એક ભારતીય નાગરિક સાથે લગ્ન કરીને પોતાની ઓળખને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો. 

ભારતના જમ્મુ- કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા પછી સમગ્ર દેશમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વિવિધ રાજ્યોમાંથી ઘૂસણખોરોને ઝડપીને પરત મોકલવામાં આવ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે  અમદાવાદમાંથી ઝડપાયેલા 300 ઘુસણખોર બાગ્લાદેશીઓને ખાસ વિમાનમાં રવાના કરાયા છે.

આ પણ વાંચો, PM Modi આજે રાત્રે 8 વાગ્યે દેશને કરશે સંબોધન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version