
અમદાવાદ શહેરમાં સરેરાશ AQI 200ની નજીક છે. શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 197 નોંધાયો છે. 200 ની આસપાસ હોય એટલે હવે સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી છે. અમદાવાદ શહેરની હવા 197 હોવાથી વાતાવરણ શહેરીજનો માટે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વધુ AQI હોવાથી અસ્થમા, શ્વાસની તકલીફ, હૃદય રોગ ધરાવતા દર્દીઓ, બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
સરકાર નોઇસ પોલ્યુશન બાબતે કામગીરી કરે છે પણ હવા પ્રદૂષણ મુદ્દે કામગીરી કરવી જોઈએ અમદાવાદમાં સ્થિતિ એવી છે કે હવે બહાર નીકળવું હોય તો માસ્ક પહેરીને નીકળવું પડે છે.
મેમનગરમાં સૌથી વધુ 204 AQI નોંધાયો છે. પ્રદૂષણના આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદના એરપોર્ટ (Airport Area) વિસ્તારમાં સૌથી વધુ 179 AQI નોંધાયો છે, જે શહેરનો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર બન્યો છે. આ ઉપરાંત ઔદ્યોગિક વિસ્તાર કઠવાડા (Kathwada) માં 168 અને ગ્યાસપુર (Gyaspur) માં 160 AQI નોંધાયો છે. શહેરના અન્ય મુખ્ય વિસ્તારોમાં પણ પરિસ્થિતિ સારી નથી, જ્યાં શાહીબાગમાં 157, સરખેજમાં 156 અને રાયખડમાં 153 AQI નોંધાયો છે. પશ્ચિમ અમદાવાદના પોશ ગણાતા બોપલ (Bopal) અને સોલા (Sola) માં 152 તેમજ ચાંદખેડા (Chandkheda) માં 151 AQI નોંધાતા સમગ્ર શહેર પ્રદૂષણની ચાદરમાં લપેટાયેલું જોવા મળી રહ્યું છે.
અમદાવાદમાં AQI કેમ વધ્યો?
શિયાળાની શરૂઆત થતાં ઠંડી અને પવનની ગતિ ધીમી પડવાને કારણે ધૂળ અને ધુમાડાના રજકણો વાતાવરણમાં નીચે જમા થઈ રહ્યા છે.
બાંધકામ અને ટ્રાફિક. શહેરમાં ચાલી રહેલા વિવિધ બાંધકામ પ્રોજેક્ટ્સની ધૂળ અને વાહનોના ધુમાડાને લીધે પોશ વિસ્તારોમાં પણ AQI વધી રહ્યો છે.
સ્વાસ્થ્ય પર અસર. હવા પ્રદૂષિત થવાથી શહેરીજનોમાં આંખોમાં બળતરા, ગળામાં ખરાશ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદો જોવા મળી રહી છે.
