
જાગૃત ઓટોરીક્ષા ડ્રાયવસૅ યુનિયન અને ઓટોરિક્ષા ચાલક વેલ્ફર એસોસિયેશન-અમદાવાદ દ્વારા વિવિધ જવાબદાર વિભાગોમાં આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી કે, કોઈ કાયદો, નિયમ, જાહેરનામું, પરિપત્ર કે ઠરાવ ગુજરાત રાજ્ય સરકારનો નથી કે ઓટોરિક્ષામાં ફરજિયાત ટેક્સી ફ્લેગ મીટર લગાવવું. કે તેને ચાલુ કન્ડિશનમાં રાખવું તેમ છતાં અમદાવાદ પોલીસ દ્વારા ટેક્સી ફલેગ મીટર બાબતે કરવામાં આવેલ કાર્યવાહી ગેરકાયદેસર છે. આ બાબતના કાયદા, નિયમો ગુજરાત મોટર વ્હિકલ રૂલ્સ-૧૯૮૯ માં થી સને ૨૦૦૬ સરકાર દ્વારા રદ કરવામાં આવેલ છે. તેમ છતાં અમદાવાદ પોલીસ દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૫ થી ૧૨/૦૫/૨૦૨૫ સુધી ઓટો રીક્ષા ચાલકોને પાસેથી રૂ ૧,૫૭,૯૯,૦૦૦ ઓટો રીક્ષા દંડ તરીકે લેવામાં આવ્યો છે. જે ગેરકાયદેસર છે. તેમજ પોલીસ દ્વારા ફક્ત ઓટો રીક્ષા ચાલકોને આ કાયદા અંતર્ગત દંડ કરવા ઓટો રીક્ષા ચાલકોના બંધારણીય અધિકાર આટીકલ ૧૪ નો ભંગ અને સ્પષ્ટ ભેદભાવ છે.
તેમણે કહ્યું કે, મોટર વ્હિકલ એકટની કલમ ૨(૨૫) મુજબ *મોટરકેબ’ ની વ્યાખ્યા થાય છે કે “મોટરકેબ” એટલે ભાડા અથવા ઈનામ માટે ડ્રાઇવર સિવાય છ થી વધુ મુસાફરોને લઈ જવા માટે બનાવવામાં આવેલ અથવા અનુકૂળ કરાયેલ કોઈપણ મોટર વાહન થાય છે. જે કોન્ટ્રાક્ટ કેરેઝની પરમિટ હોય છે. જેમાં ઓટો રીક્ષાનો સમાવેશ થાય છે .ગુજરાત મોટર વ્હિકલ રૂલ્સ, ૧૯૮૯ ના નિયમ નંબર ૮૬ થી ૯૭ જે ટેક્સી ફલેગ મીટર માટે હતાં તે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોટર કેબમાં ટેક્સી ફ્લેગ મીટર લગાવવાના નિયમ અને સાથે અન્ય સંલગ્ન નિયમોને સને ૨૦૦૬ માં રદ કરવામાં આવેલ છે. તે સિવાય ઓટોરિક્ષામાં ફ્લેગ મીટર લગાવવા બાબતે વાહન વ્યવહાર વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા કોઈપણ જાહેરનામું, પરિપત્ર, ઠરાવ, નિયમ કે કાયદો બનાવવામાં આવેલ નથી. આમ ઓટોરિક્ષામાં કિલોમીટર માપવા માટે અલયાદુ ટેક્સી ફ્લેગ મીટર લગાવવા બાબતે કોઈપણ પ્રકારનો કાયદો કે નિયમ ન હોવા છતાં અમદાવાદ પોલીસ દ્વારા તારીખ ૦૧/૦૧/૨૦૨૫ થી ૧૨/૦૫/૨૦૨૫ સુધી ૨૯,૧૧૨ કેસ ઓટો રીક્ષા ચાલકો ઉપર કરીને ૧,૫૭,૯૯,૦૦૦ રૂપિયા દંડ તરીકે ઉઘરાવવામાં આવેલ છે જે ગેરકાયદેસર, અન્યાય, ભેદભાવયુક્ત અને રોજગારી છીનવી લેવાની કાર્યવાહી હોય તેવું સ્પષ્ટ જણાય છે આમ કાયદો ન હોવા છતાં અમદાવાદ પોલીસ દ્વારા ખોટી રીતે આવી કાર્યવાહી કરવામાં આવેલ છે
જેના અનુસંધાને યુનિયનની નીચે મુજબની માગણીઓ છે
1- અમદાવાદ પોલીસ દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૫ થી ૧૨/૦૫/૨૦૨૫ સુધી ઓટો રીક્ષા ચાલકોને પાસેથી દંડ તરીકે લેવામાં આવેલ ૧,૫૭,૯૯,૦૦૦ ઓટો રીક્ષા ચાલકોને પરત કરવામાં આવે.
2-અમદાવાદ પોલીસ દ્વારા ઓટોરિક્ષામાં ટેક્સી ફ્લેગ મીટર લગાવવા બાબતે કરવામાં આવતી ગેરકાયદેસર કાર્યવાહી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી.
