Site icon Time News

Ahmedabad: તહેવારોની ઉજવણીમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે AMCની નવીન પહેલો અને આયામો

આગામી દિવસોમાં ઉજવાનાર ધાર્મિક તહેવારોમાં છાણ / માટીમાંથી બનાવાતી ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ, પોટ તથા વિવિધ વસ્તુઓનો ઉપયોગ વધારી તથા અન્ય નવીન પહેલો અમલમાં મૂકીને શહેરમાં પર્યાવરણનું જતન થાય તે માટે વિવિધ ખાનગી/જાહેર/સામાજિક/સરકારી સંસ્થાઓ/વ્યકિતઓની મદદથી સર્વગ્રાહી આયામોના અમલીકરણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પહેલ કરી છે. અ. મ્યુ. કોની નવીન પહેલો અને આયામો નીચે મુજબ છે.

સીટીનું ગ્રીન કવરેજ વધારતું મિશન ફોર મિલિયન ટ્રીઝ ૨૦૨૫ (Mission Four Million Trees-2025)

અમદાવાદ શહેરને હરિયાળુ બનાવવા ગ્રીનકવર વધારી પર્યાવરણનું જતન કરવા ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ ૨૦૨૫(FMT-2025)’ અંતર્ગત શહેરીજનો, સંસ્થાઓ, સમુદાયો, શાળા, કોલેજો, ધાર્મિક- અન્ય સંસ્થાઓ, NGO, CBO, હોસ્પિટલો, સરકારી, અર્ધ- સરકારી, કચેરીઓ તમામનો સહયોગ મેળવી, “AMC SEVA App.” ના માધ્યમથી જનજાગૃતિ લાવી પુરજોશમાં હાલ પ્લાન્ટેશન કામગીરી પ્રગતિમાં છે.

કરૂણા મંદિરના ‘ઝીરો વેસ્ટ કેમ્પસ'(‘ZERO WASTE CAMPUS’)
આ પહેલ અમદાવાદ શહેરનું “Self Sustainable Zero Waste Campus” મોડેલ છે તથા શહેરનું પ્રથમ “Cow Tourism Destination” છે. જેમાં ગૌ-વંશના છાણની વિવિધ પ્રોડકટ, ગ્રીન વેસ્ટનો સંપૂર્ણ ઉપયોગ તથા RRR, ‘WOW-Wealth out of Waste”, NET ZERO CELL 2047 અને Circular Economyના કન્સેપ્ટની સંપૂર્ણ અમલવારી સુનિશ્ચિત કરવામાં આવનાર છે.
આ પહેલ અંતર્ગત નીચે મુજબ અમલવારી કરવા કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મહોત્સવોમાં છાણ / માટીની મૂર્તિથી પર્યાવરણને આબાદ રાખવાની અનોખી પહેલ
ભારત એક ઉત્સવપ્રિય અને વ્રત-આરાધનાનો દેશ છે. આ તહેવારો અને વ્રતોમાં દેવ-દેવીઓની મૂર્તિઓનું સ્થાપના કરીને વ્રત પૂર્ણાહુતિના દિવસે જળમાં વિસર્જિત કરવાનો રિવાજ પરંપરાગત રીતે રૂઢ બન્યો છે.
રાજ્યના નગરોમાં મોટા ભાગે કારીગરો દ્વારા બનતી પ્લાસ્ટર ઓફ પેરિસની પર્યાવરણને નુકશાન કરતી આ પીઓપીની મૂર્તિઓનો શહેરમાં વપરાશ ઘટાડી ગણેશ મહોત્સવ, દશામાંના વ્રત તથા દુર્ગાપૂજા જેવા અનેક મહોત્સવોના દરમ્યાન વપરાશ ઘટાડી છાણ /માટીની મૂર્તિઓનો વપરાશ વધારી પર્યાવરણ જાળવણી કરી તળાવો, નદીઓ અને અન્ય જળાશયોમાં થતુ નુકશાન અટકાવવાથી નીચે મુજબ ફાયદા થાય છે.

• વિસર્જન બાદ આ મુર્તિ પાણીમાં ઓગળી જાય છે.
• જળાશયો, નદી વોટરબોડીની જીવસૃષ્ટિને બચાવે છે.
• લાંબા ગાળે ઓગળે ત્યારે જળમાં થતુ પ્રદૂષણ અટકે છે.
• મુર્તિઓના રાસાયણિક રંગ જેવા કે મરક્યુરી, લેડ, કેડમિયમ, કાર્બન એસિડિટી અને મેટલ પાણીમાં ભયના અટકાવી શકાય છે.
• પાણીનું પ્રદૂષણ અટકાવી જળમાંના જીવ-જંતુઓ, જળ-વનસ્પતિ જાળવણી, જમીનમાં ઊતરતા પાણીના કુદરતી પ્રવાહની જાળવવી ચામડીના રોગો થતા અટકાવી શકાય છે.

પર્યાવરણને થતુ નુકશાન અટકાવવા અને વિવિધ ખાનગી / જાહેર / સામાજિક / સરકારી સંસ્થાઓ / વ્યકિતઓનાની મદદથીલોક જાગૃતિ લાવવા વિવિધ પગલાઓ ભરી લોકસમૂદાય પર્યાવરણિય ફરજના ભાગરૂપે ગૌ-વંશના છાણ / માટીથી બનેલ, કેમિકલ રંગવિહિન ઈકોફ્રેન્ડલી મૂર્તિઓનો વપરાશ કરવાના અભિયાનમાં સૌને સહભાગી બનાવી પીઓપીની નહિ, પણ છાણ / માટીની ઈકોફ્રેન્ડી માર્કવાળી મૂર્તિઓનો વપરાશ વધારી વોટરબોડીને થતુ નુકશાન નિવારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનોખી પહેલ કરી અભિયાન શરૂ કરાયેલ છે.

શહેરીજનોને નવીન પહેલો અપનાવવા પ્રોત્સાહિત કરવા

ઉપરોક્ત સંસ્થા ઉપરાંત આ પ્રકારની અન્ય આનુષંગિક કાર્યવાહીઓ / પ્રવૃત્તિઓ વિવિધ ખાનગી / જાહેર / સામાજિક / સરકારી સંસ્થાઓ / વ્યકિતઓનાની મદદથી ટેકનોલોજી, એક્સપર્ટ્સની મદદથી PPP, CSR, અન્ય યોગ્ય માધ્યમથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં કામગીરી કરાવવામાં આવનાર છે.

આ પણ વાંચો, Entertainment: રેડ ગાઉનમાં અનુષ્કા સેને કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ,જુઓ તસવીરો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version