Site icon Time News

Ahmedabad: આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ ફોર અમદાવાદ દ્વારા વુમન્સ પ્રીમિયર લીગ -2025 નું આયોજન

આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ ફોર અમદાવાદ દ્વારા વુમન્સ પ્રીમિયર લીગ -2025 નું આયોજન શુક્રવાર, 23 મી મે 2025, અને 25મી મે 2025ના રવિવારના રોજ કરવામાં આવ્યું હતુ. જેમાં 23મી મેના રોજ ગ્રુપ સ્ટેજની મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું અને 25 અને 26મી મે 2025ના રોજ સેમીફાઇનલ અને ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મહિલાઓની 6 ટીમોએ ભાગ લીધેલ હતો. જેમાં Specta Chasers વિજેતા બનેલ હતી. આ એ મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો હેતુ જાતિ સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો હતો. અને ક્રિકેટ માત્ર અને માત્ર પુરુષ દ્વારા રમવામાં આવતી રમત નથી દરેક રમત (સ્પોર્ટ્સ) મહિલાઓ પણ રમી શકે છે અને તેમાં આગળ વધી ને દેશ માટે રમવા પણ પ્રેરિત થઇ શકે.

ટૂર્નામેન્ટની ખાસિયત એ છે કે આ એ બોર્ડમાં દરેક પ્રોગ્રામ માં સમગ્ર વ્યવસ્થા અને આયોજન સ્વયંસેવકો (volunteers) દ્વારા સંચાલિત કરવામાં આવે છે. — જેમ કે આયોજન, કોચિંગ, મેનેજમેન્ટ અને મેદાન પરનું સંકલન યુવાન અને વરિષ્ઠ સ્વયસેવકો દ્વારા થાય છે. સ્વંયસેવકો તરીકે આમાં મહિલાઓ પણ આગળ આવી ને સમાજ માં બદલાવ લાવવા માટે અને મહિલાઓ માટે જે પ્રકારની સમાજમાં માનસિકતા છે તેમાં બદલાવ લાવવા ના હેતુ ને આગળ વધારવા માટે કાર્ય કરે છે.

આ પણ વાંચો, IPL 2025: 9 વર્ષ બાદ RCB ની ફાઈનલમાં એન્ટ્રી, ક્વોલીફાયર-1 માં પંજાબને 8 વિકેટથી હરાવ્યું 

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version