Site icon Time News

Ahmedabad: ACP પ્રદિપસિંહ જાડેજાની DCP તરીકે બઢતી, કમિશનરે ટાઈટલ સોલ્ડર લગાડી સન્માન કર્યું

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી, પોતાના તાબાના પોલીસ અધિકારીને મળેલ પ્રમોશન અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, અવાર નવાર બિરદાવવામાં આવે છે. તાજેતરમાં એસીપી જે ડિવિઝન, પ્રદીપસિંહ જાડેજાને નાયબ પોલીસ અધિક્ષક સંવર્ગમાંથી પોલીસ અધિક્ષક તરીકે બઢતી આપી, નાયબ પોલીસ કમિશનર, જે ડિવિઝન તરીકે નિમણૂક થતા, ટાઇટલ સોલ્ડર લગાડી, સન્માન કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ દ્વારા કુલ 17 ડીવાયએસપી ઓને એસપી (પોલીસ સુપ્રીડન્ટ) તરીકે બઢતીના હુકમ કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ શહેરના જે ડિવિઝન એસીપી તરીકે ફરજ બજાવતા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને પોલીસ અધિક્ષક તરીકે બઢતી આપી, નાયબ પોલીસ કમિશનર, જે ડિવિઝન તરીકે નિમણૂક કરવામાં આવતા, પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં પોતાની જાતે ગણવેશ ઉપર પોલીસ અધિક્ષક ના હોદ્દાના અશોકસ્તંભ અને સ્ટાર સાથેના ટાઇટલ સોલ્ડર લગાડી, બહુમાન કરીને, ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા તમામ પોલીસ સ્ટાફની હાજરીમાં પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ પ્રકારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા બહુમાન કરીને જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, પ્રમોશન આપવામાં આવે એવા કિસ્સાઓ જવલ્લે જ જોવા મળે છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા તમામ પોલીસ અધિકારીઓને પ્રમોશન અંગે તેમજ નવી જગ્યાએ નિમણૂક અંગે શુભકામના પાઠવતા, પોલીસ ખાતામાં કુટુંબ ભાવના અને ટીમ ભાવના ઉજાગર થયેલ હતી.

પ્રમોશન મેળવનાર અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિશનર, પ્રદિપસિંહ જાડેજા દ્વારા અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, જેસીપી સેક્ટર 02, જયપાલસિંહ રાઠોડ, જેસીપી, ક્રાઇમ, શરદ સિંગલ, જેસીપી, સ્પેશિયલ બ્રાંચ, વિધિ ચૌધરી, જેસીપી, સેક્ટર 01, નીરજ બડગુજર, જેસીપી ટ્રાફિક, એન.એન.ચૌધરી તથા ડીસીપી, ઝોન 06, રવિ મોહન સૈની, સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો, Entertainment: બેકલેસ ડ્રેસમાં લાલ પરી બની મલાઇકા, પૂલ કિનારે બિકીનીમાં આપ્યા હૉટનેસભર્યા પૉઝ, તસવીરો…

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version