Site icon Time News

અમદાવાદ: અત્યંત આઘાતજનક…એક પિતાએ જ પોતાના 10 વર્ષના માસૂમની નિર્દયતાથી હત્યા કરી, પછી ત્યાં બાજુમાં જ સૂઈ ગયો

સાણંદ તાલુકાના વીંછિયા ગામમાં એક બાપે પોતાના જ 10 વર્ષના માસૂમ પુત્રની હત્યા કર્યાનો  બનાવ સામે આવતા હડકંપ મચી ગયો છે. આ હત્યાના બનાવની જાણ  થતા જ સાણંદ પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ. વધુ તપાસ અર્થે સાણંદ DySP નીલમ ગોસ્વામી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા.

મામલાની જે વિગતો સામે આવી રહી છે તે અત્યંત ચોંકાવનારી છે. જે પિતા પર બાળકો આંખ બંધ કરીને વિશ્વાસ કરતા હોય છે, માતાની મમતા જેટલું જ પિતાના પ્રેમનું પણ મહત્વ હોય છે ત્યારે એ જ પિતાએ માત્ર 10 વર્ષના પોતાના જ પુત્રની કાળજું કંપાવી દે તે રીતે હત્યા કરી નાખી.

મળતી માહિતી મુજબ પિતાએ પહેલા તો પુત્રને ઘરની બહાર ઊંચો કરીને પછાડ્યો અને ત્યારબાદ લાકડીના જોરદાર પ્રહારથી તેની હત્યા કરી નાખી. આ હત્યાના બનાવના પગલે પોલીસના ધાડા ઘટનાસ્થળે ઉતરી આવ્યા છે. પોલીસે હત્યા માટે વપરાયેલી લાકડી પણ જમા કરી લીધી છે. પુત્રને મોતને ઘાટ ઉતારી દીધા બાદ આ રાક્ષસ જેવો પિતા બાજુમાં જ સૂઈ ગયો હતો. માસૂમ ભૂલકાની હત્યા પિતાએ કયા કારણસર કરી તે તો હજુ સામે આવ્યું નથી. છોકરાઓ પર બધુ ન્યોછાવર કરી નાખતો પિતા કયા કારણસર રાક્ષસ બન્યો તે તો હજુ સામે આવ્યું નથી પરંતુ સાણંદ પોલીસે હત્યારા બાપ નરેશ કો. પટેલની અટકાયત કરી લીધી છે. હાલ સમગ્ર ઘટનાન મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ સાણંદ પોલીસ સ્ટેશનમાં ચાલી રહી છે.

આ બનાવે સમગ્ર પંથક અને ગુજરાત રાજ્યમાં હડકંપ મચાવી દીધો છે. એક બાપ પોતાના જ પુત્રની આવી નિર્દયતાથી હત્યા કઈ રીતે કરી શકે?

પહેલા ઘર બહાર ઊંચો કરી પછાડ્યો પછી લાકડીથી જોરથી પ્રહાર કરી હત્યા કરીહત્યાનો બનાવ બનતા જ સાણંદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી

વધુ તપાસ માટે બનાવની જાણ થતા સાણંદ DYSP નીલમ ગોસ્વામી દોડી આવ્યા

પોલીસે હત્યા કરવા માટે વાપરેલ લાકડીને જમા કરી

સાણંદ પોલીસે હત્યારા બાપ નરેશભાઈ કો.પટેલની અટકાયત કરી છે

હાલ સમગ્ર ઘટનાને મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ સાણંદ પોલીસ સ્ટેશનમાં ચાલી રહી છે

આ બનાવ બનતા સમગ્ર તાલુકામાં ચકચાર મચી ગઈ છે

સાણંદ તાલુકામાં એક કમકમાટી હત્યાનો બનાવ સામે આવ્યો

વીંછિયા ગામે પોતાના બાપે જ 10 વર્ષીય દીકરાની કરી હત્યા

Exit mobile version