
અમદાવાદ: સેવા પ્રયાસ ફાઉન્ડેશન અને આશા ટીમના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના બહેરામપુરા સ્થિત સરકારી સ્કૂલ નં. 11માં દીકરીઓ માટે હાઈજીન અને માસિક ધર્મ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓમાં માસિક ધર્મ અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ તેઓને સ્વચ્છતા જાળવીને યોગ્ય પ્રોડક્ટનો સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે માર્ગદર્શન આપવાનો હતો. આ પ્રસંગે કુલ 61 દીકરીઓને જરૂરી હાઈજીન પ્રોડક્ટ્સનું વિતરણ કરવામાં આવ્યું.
આશા ટીમ દ્વારા માસિક ધર્મ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી, જ્યારે આશાદીપ દ્વારા પિરિયડ્સ પેન્ટીનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યક્રમમાં સેવા પ્રયાસ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ અને ફાઉન્ડર અસ્મિતા બલદાણીયા , વાઈસ પ્રેસિડેન્ટ રાજભા રાઠોડ, સેક્રેટરી મેઘનાબેન ઓઝા તથા સભ્ય સંધ્યાબેન મિતલ હાજર રહ્યા હતા. ઉપરાંત આશા ટીમ તરફથી બ્રિજેશભાઈ અને નિયતિબેન પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્કૂલ ના પ્રિન્સીપાલ નીતાબેન શેફર્ડ અને એમના શિક્ષકોની ટીમ નો ખૂબ સહયોગ રહ્યો હતો.
સેવા પ્રયાસ ફાઉન્ડેશન આવી રીતે દીકરીઓના સ્વાસ્થ્ય માટે હજુ પણ આગળ કાર્યરત રહેશે.
