Site icon Time News

Ahmedabad: સી.જી.રોડ પરની ખ્યાતનામ જવેલર્સની દુકાન બળીને ખાખ, ફાયર વિભાગે 20 કરોડથી વધુના દાગીના બચાવ્યા

અમદાવાદના સી.જી.રોડ ઉપર આવેલા સુપરમોલના ત્રીજા માળે કૃણાલ જવેલર્સમાં ગત સાંજે ઈલેકટ્રીક બોર્ડમાં શોટ સર્કીટ થવાથી ભયાનક આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી કાચ તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો,અને આગ પર કાબૂ મેળવ્યો હતો.દરમિયાન દુકાનમાં રખાયેલા ૧૦ કિલો સોના સહીત અંદાજે ૨૦ કરોડનો માલસામાન સલામત બહાર કાઢ્યો હતો. ફાયર વિભાગે બચાવેલું સોનુ માલિકને પરત કર્યુ હતુ. ફાયર વિભાગની કામગીરી સમયે ઉપરના માળે વિડીયો ઉતારી રહેલા લોકોને પોલીસે ખદેડીને દુર કર્યા હતા.

આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ બુધવારે બપોરે ચાર કલાકના સુમારે સી.જી.રોડ ઉપર આવેલા સુપરમોલ ખાતે ત્રીજા માળે આવેલા કૃણાલ જવેલર્સમાં આગ લાગતા નવરંગપુરા ફાયર સ્ટેશન ખાતેથી ત્રણ વાહન સાથે ડિવીઝનલ ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા હતા.આગને કાબૂમાં લેવા ટોરેન્ટ પાવરની ટીમ સાથે પોલીસની મદદ લેવામાં આવી હતી.

આ પણ વાંચો, Ahmedabad: યુવકને હેલ્મેટ ન પહેરવા બદલ 10 લાખનો ઈ-મેમો આપવાની ઘટના, ટ્રાફિક પોલીસે સ્પષ્ટતા કરી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version