Site icon Time News

અમદાવાદમા એડવોકેટના વેશમાં હિન્દુ દીકરી સાથે વિધર્મી યુવક પહોંચ્યો પ્રેમલગ્ન કરવા, મચ્યો હોબાળો

 અમદાવાદની ઘી કાંટા વિસ્તારમાં આવેલી કોર્ટ પરિસરમાં એક યુવક અને યુવતી લગ્ન નોંધણી માટે પહોંચતા તણાવ સર્જાયો હતો. વિગતો મુજબ મામલો આંતરધર્મ લગ્ન સાથે જોડાયેલો હોવાથી સ્થળ પર થોડા સમય માટે હોબાળો મચ્યો અને પોલીસને પણ બોલાવવી પડી.

અહેવાલો મુજબ નરોડા વિસ્તારના સલમાન મન્સૂરી નામના યુવક હિંદુ યુવતી સાથે લગ્ન નોંધણી માટે આવ્યા હતા. કહેવામાં આવે છે કે, બંનેએ રજિસ્ટર ઓફિસમાં વિધિવત પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એડવોકેટ જેવી વેશભૂષા ધારણ કરી હતી. આ વાત બહાર આવતા કેટલાક વકીલો અને સ્થાનિક લોકોમાં અસંતોષ ફેલાયો.

ઘટનાની જાણ થતાં કેટલાક હિંદુ સંગઠનોના આગેવાનો અને યુવતીના પરિવારજનો કોર્ટ પરિસરમાં પહોંચી ગયા હતા. લગ્ન પ્રક્રિયા અટકાવવાની માંગ સાથે તેમણે વિરોધ નોંધાવ્યો. આ દરમિયાન કોર્ટ પરિસરમાં સ્થિતિ તંગ બનતા કારંજ પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી. પોલીસએ પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો અને બંને પક્ષોની વાત સાંભળી.

સમગ્ર મામલે બાર એસોસિએશનના પ્રમુખ ઈશ્વર દેસાઈએ જણાવ્યું કે, યુવક-યુવતી ખોટી ઓળખ આપી વકીલનો કોટ પહેરી આવ્યા હતા, જે ગંભીર બાબત છે. તેમના મુજબ કાયદાકીય રીતે તપાસ કરી જરૂરી પગલાં લેવાં જોઈએ. કેટલાક સંગઠનોએ આ મામલાને “લવ જેહાદ” સાથે જોડવાનો પ્રયાસ કર્યો. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી

Exit mobile version