Site icon Time News

Gandhinagar: વિક્રમ ઠાકોરના દર્દ બાદ ફિલ્મી કલાકારોને ગૃહમાં અપાયું આમંત્રણ, હિતુ કનોડિયાને સોંપાઈ જવાબદારી

વિધાનસભામાં કલાકારોના વિવાદ બાદ ફિલ્મ કલાકારોને આમંત્રિત કરાશે. 27 માર્ચે ફિલ્મ કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કરવા માટે હિતુ કનોડિયાને જવાબદારી સોંપાઈ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકારોને આમંત્રણ અપાશે. જેમાં ફિલ્મ કલાકારો, અભિનેતા, અભિનેત્રી અને ફિલ્મ નિર્માતાને સમાવેશ કરવામાં આવ્યો છે.

અત્રે જણાવીએ કે, અગાઉ લોક સાહિત્યકાર અને સંગીતકારોને આમંત્રણ અપાતા વિવાદ થયો હતો. લોક કલાકાર વિક્રમ ઠાકરે આમંત્રણ ન મળતા નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે વિધાનસભામાં ઠાકોર કલાકારો સાથે પક્ષપાત કરાતો હોવાનો આરોપ હતો. જો કે, આ વખતે ફરીથી કલાકારોને આમંત્રણ કરવામાં આવી રહ્યાં છે. જેમાં ફિલ્મ અભિનેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આવતીકાલે 10થી 12 દિગ્ગજ ફિલ્મી સિતારા ગૃહની મુલાકાત લેશે. જેમા સિદ્ધાર્થ રાંદેરિયા, હિતુ કનોડિયા, આરોહી પટેલ તેમજ મલ્હાર ઠાકર સહિતના કલાકારો વિધાનસભા ગૃહની મુલાકાત લેશે. તો 27મીએ 300 જેટલા કલાકારોને આમંત્રણ અપાશે. જેમાં એક્ટર, એક્ટ્રેસ, પ્રોડ્યુસર્સનો સમાવેશ કરાશે. સાંસ્કૃતિક ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોને પણ આમંત્રણ અપાશે.

આ પણ વાંચો. Surendranagar: સુરેન્દ્રનગરમાં સૌથી મોટી રેડ, 150થી વધુ ગેરકાયદે કોલસાની ખાણ પકડાઈ, હજારો ટન કોલસો જપ્ત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version