Site icon Time News

પેટ્રોલ અને ડીઝલ પછી CNG પણ થયું મોંઘુ, 11 દિવસમાં ચોથી વખત વધ્યાં ભાવ

મોંઘવારી ઘટવાના કોઈ સંકેત દેખાતા નથી. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી દરેક વ્યક્તિ ચિંતિત છે, ત્યારે CNG પણ સામાન્ય માણસના ખિસ્સા ખાલી કરી રહ્યું છે. CNGના ભાવ ફરી એકવાર વધ્યા છે. આજે દિલ્હીમાં CNG 2 રૂપિયા પ્રતિ કિલો મોંઘું થયું છે. ગઈકાલ સુધી CNGનો ભાવ 81.09 હતો, પરંતુ હવે 2 રૂપિયાના વધારા પછી, CNG દિલ્હીમાં 83.09 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ થશે અન્ય શહેરના કિંમત વિશે જાણીએ…

કયાં શહેરમાં સીએનજીની શું છે કિંમત જાણીએ

દિલ્હી: ₹83.09 પ્રતિ કિલો
નોઈડા: ₹91.70 પ્રતિ કિલો
ગુડગાંવ (ગુરુગ્રામ): ₹84.12 પ્રતિ કિલો
ગાઝિયાબાદ: ₹102.90 પ્રતિ કિલો
ફરીદાબાદ: ₹90.30 પ્રતિ કિલો
મુંબઈ: ₹81.00 પ્રતિ કિલો
કોલકાતા: ₹93.50 પ્રતિ કિલો
ચેન્નાઈ: ₹91.50 પ્રતિ કિલો
બેંગ્લોર: ₹90.00 પ્રતિ કિલો
હૈદરાબાદ: ₹97.00 પ્રતિ કિલો
અમદાવાદ: ₹82.25 પ્રતિ કિલો
પુણે: ₹92.50 પ્રતિ કિલો
સોનીપત: ₹86.60 પ્રતિ કિલો
કરનાલ: ₹85.43 પ્રતિ કિલો

આજે 26 મેના રોજ ૨ રૂપિયાના વધારા પહેલા, 23 મે, શનિવારના રોજ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો થયો હતો. શરૂઆતમાં કિંમત ₹80.૦9હતી, જે હવે વધીને ₹81.૦9 થઈ ગઈ છે. એ નોંધવું જોઈએ કે મે મહિનામાં અત્યાર સુધીમાં સીએનજીના ભાવ ચાર વખત વધ્યા છે.

Exit mobile version