Site icon Time News

 ઈન્દોર બાદ દિલ્હીમાં ભીષણ અગ્નિકાંડ, 5 માળની બિલ્ડિંગમાં આગ લાગતાં બાળકો સહિત 7ના મોત

 રાજધાની દિલ્હીના પાલમ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાને કારણે 7 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. રાજેન્દ્ર કશ્યપ નામની આ બિલ્ડિંગમાં બ્યુટી પાર્લર સહિત ઘણા વ્યવસાયો ચાલતા હતા. અને તેમ ઉપરના માળે ઘર હતા જેમાં તેમનો પરિવાર રહેતો હતો. આ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફર તફરી મચી ગઈ છે. અગ્નિ જઆન થતાં જ ફાયરની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા હતા.

દિલ્હીના પાલમ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ લગવાને કારણે 7 લોકો બળીને મરી ગયા હતા. આ ઉપરાંત આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગની ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ હતી. બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. સૂચના મળતાની સાથે જ ફાયરની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જો કે હજુ સુધી આગ લગવાનું ચોક્કસ કારણ અકબંધ રહ્યું છે.

દિલ્હીની પાલમ કોલોનીમાં આવેલી એક બહુમાળી ઇમારતમાં લાગેલી ભીષણ આગે વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી છે. અહેવાલો મુજબ આ ઇમારત લેન નંબર 2માં આવેલી છે અને તે રાજેન્દ્ર કશ્યપની માલિકીની છે. જ્યાં તેમના લગભગ 15 સભ્યોનો પરિવાર રહે છે. ઇમારતના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર બ્યુટી પાર્લર, બંગડીની દુકાન અને અન્ય નાના વ્યવસાયો ચાલતા હતા. જ્યારે ઉપરના માળે પરિવારના સભ્યો વસવાટ કરતા હતા. આગ લાગતાં જ સમગ્ર ઇમારત ધુમાડાથી ઘેરાઈ ગઈ હતી. જેના કારણે અંદર રહેલા લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું.

ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શી યોગેશે જણાવ્યું કે સવારે લગભગ 6:45 વાગ્યે આગ દેખાઈ હતી. ત્યારબાદ તેના પિતાએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને બાલ્કનીમાં છથી સાત લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. ભારે ધુમાડાને કારણે બચાવકર્તાઓને અંદર પ્રવેશ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. ફાયર બ્રિગેડે બાજુની ઇમારતમાં પ્રવેશ કરીને દિવાલ તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ અને ધુમાડાની તીવ્રતાને કારણે તેઓ વધુ અંદર જઈ શક્યા નહોતા. પ્રત્યક્ષદર્શીઓએ આક્ષેપ કર્યો કે ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચવામાં આશરે અડધો કલાક મોડું પડ્યું જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ.

આ દુર્ઘટનામાં કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. એક બાળક ઉપરના માળેથી પડી જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે ફાયર એસ્કેપ સીડી પરથી ઉતરતી વખતે એક વ્યક્તિ લપસી જતાં ઘાયલ થયો હતો. અત્યાર સુધીમાં પાંચથી છ દાઝેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બળી ગયેલી હાલતમાં છથી સાત લોકોને બહાર લાવવામાં આવ્યા હોવાની માહિતી મળી છે, જ્યારે હજુ પણ દસથી વધુ લોકો અંદર ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ અને બચાવ દળો દ્વારા સતત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: હવે સરકારને જાણ કર્યા વગર ગુજરાતમાં લિવ ઈનમાં નહિ રહી શકો! લગ્ન અને ડિવોર્સના પણ નવા નિયમ આવશે

Exit mobile version