Site icon Time News

કોલ્ડપ્લે બાદ હવે યોજાઇ શકે છે શકીરાનો LIVE કોન્સર્ટ, અમદાવાદીઓ આવકારવા તત્પર

વર્લ્ડની ટૉપ પોપ સિંગર શકીરાનો કોન્સર્ટ અમદાવાદમાં યોજાઇ શકે છે. જો તમે ‘Waka Waka’ અથવા ‘Hips Don’t Lie’ જેવા સુપરહિટ ગીતોના ફેન છો, તો તમારા માટે આ સમાચાર ખરેખર ખુશખબર સમાન છે. વર્લ્ડ ફેમસ પોપ સિંગર શકીરા ભારતના અમદાવાદમાં પોતાનો ભવ્ય કોન્સર્ટ યોજી શકે એવી ચર્ચાઓ જોર પકડ્યુ છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના કોન્સર્ટને મળેલી જબરદસ્ત સફળતા પછી હવે શકીરાની મેનેજમેન્ટ ટીમે પણ અમદાવાદમાં શો યોજવા માટે રસ દાખવ્યો હોવાનું સામે આવ્યું છે.

હવે જો આપણે મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રોનું માનીએ તો મુજબ શકીરાની ટીમ 2026માં અમદાવાદમાં એક મોટો કોન્સર્ટ યોજવાની યોજના પર વિચાર કરી રહી છે. આ બાબતે ગુજરાત સરકાર સાથે શરૂઆતની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. સૂત્ર અનુસાર સરકાર તરફથી સુરક્ષા, વ્યવસ્થા અને અન્ય તમામ સહયોગ આપવા માટે સકારાત્મક અભિગમ દર્શાવવામાં આવ્યો છે. જોકે અંતિમ નિર્ણય શકીરાની ટીમ દ્વારા જ લેવામાં આવશે.

શકીરાના અમદાવાદ પસંદ કરવાની પાછળ ત્રણ મુખ્ય કારણો માનવામાં આવી રહ્યા છે.

અહેવાલો મુજબ માત્ર ગુજરાત જ નહીં પરંતુ આસામ પણ શકીરાને ભારત લાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જાહેર કર્યું છે કે, તેઓ ગુવાહાટી અથવા દિબ્રુગઢમાં શકીરાનો શો લાવવા માટે પ્રયત્નશીલ છે. આથી સ્પષ્ટ થાય છે કે, હવે ભારતના અલગ-અલગ રાજ્ય વૈશ્વિક સ્ટાર્સને આમંત્રિત કરવા માટે સ્પર્ધામાં છે.

શકીરા એક પ્રખ્યાત કોલમ્બિયન સિંગર છે, જેણે અત્યાર સુધી 4 ગ્રેમી એવોર્ડ્સ જીત્યા છે. ‘Waka Waka’ (2010 FIFA વર્લ્ડ કપ) જેવા ગીતોથી તેણે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે. તેણે સ્પેનિશ અને ઇંગ્લિશ મ્યુઝિકને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. હાલમાં શકીરાની ટીમ ‘Las Mujeres Ya No Lloran World Tour’ પર કામ કરી રહી છે અને અમદાવાદનો કોન્સર્ટ આ ટૂરનો જ એક ભાગ બની શકે છે. અહીં ખાસ નોંધનીય છે કે, હજુ સુધી કોઈ અધિકૃત તારીખ જાહેર કરવામાં આવી નથી.

Exit mobile version