
રશિયામાં ગાયબ થયેલું વિમાન ક્રેશ થયું છે. આ વિમાનમાં 50 મુસાફર સવાર હતા. ચીન સાથે જોડાયેલી સરહદ પાસે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. બ્લાગોવેશચેંસ્કથી ટિંડા સુધી લગભગ 570 કિલોમીટર ઉડાન પર હતું. આ દરમિયાન ATC સાથે વિમાનનો સંપર્ક કપાયો હતો.હવે વિમાનનો કાટમાળ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. વિમાન ક્રેશ થઇ ગયું હતું. રશિયાનું An-24 પેસેન્જર વિમાન અમૂર વિસ્તારના ટિંડા શહબ માટે ઉડ્યું હતું. આ વિસ્તાર ચીનની સરહદો સાથે જોડાયેલો છે.
મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદમાં મોટી વિમાન દુર્ઘટના થઇ હતી જેમાં 275 લોકો માર્યા ગયા હતા. આ ઘટના તે સમયે બની હતી જ્યારે અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન લંડન માટે ઉડ્યું હતું. આ દરમિયાન વિમાનમાં કેટલીક ખામી સર્જાઇ હતી અને તે ઝડપથી નીચે આવતા જ એક બિલ્ડિંગ પર તૂટી પડ્યું હતું. આ વચ્ચે રશિયામાં 50 મુસાફરોને લઇને ઉડેલુ વિમાન ગાયબ થતા ફરી આશંકાઓ થઇ રહી છે કે કોઇ વિમાન દુર્ઘટનાનો શિકાર તો નથી બન્યું.
