
અભિનેત્રી અદિતિ રાવ હૈદરી ઘણીવાર તેની સ્ટાઇલિંગ સેન્સને કારણે સમાચારમાં રહે છે. તાજેતરના ફોટોશૂટમાં અભિનેત્રીનો લૂક જોઈને ચાહકો તેના પ્રેમમાં પડી ગયા છે.’હીરામંડી’ અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ તાજેતરમાં જ ચોકલેટી લૂકમાં ફોટોશૂટ કરાવ્યું હતું. તેના આ લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આમાં અભિનેત્રીની સુંદરતા જોઈને ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી.
શરારા સાથે બ્રાઉન ઓફ-શૉલ્ડર ટોપ પહેરેલી અદિતિ રાવ હૈદરી ‘હીરામંડી’ ના બિબ્બોજાન વાઈબ્સ આપતી જોવા મળે છે.
અદિતિએ આને ગૉલ્ડન હીલ્સ સાથે જોડી છે અને જોરદાર પૉઝ આપ્યો છે.
અભિનેત્રીએ શરારા સાથે મેચિંગ જ્વેલરી પહેરી છે. ગળામાં ડબલ લેયરનો હાર અને કાનમાં સ્ટડ પહેરીને, તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
