
આવતીકાલે અમદાવાદના ઐતિહાસિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2026ની ફાઈનલ મેચ રમાનાર છે. ફાઈનલ મુકાબલામાં Royal Challengers Bengaluru અને Gujarat Titans આમને-સામને ટકરાશે. મેચને લઈને મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ સ્ટેડિયમ પહોંચે તેવી શક્યતા હોવાથી શહેરમાં ખાસ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મુસાફરોને સ્ટેડિયમ સુધી સરળતાથી અને સમયસર પહોંચાડી શકાય તે માટે AMTS અને BRTS દ્વારા બસ સેવાઓમાં વધારો કરવામાં આવ્યો છે. સત્તાવાર માહિતી મુજબ, લોકોની સુવિધા માટે વધારાની 16 બસો કાર્યરત કરવામાં આવશે.
આ ઉપરાંત, BRTSની કુલ 52 બસો આવતીકાલે સ્ટેડિયમ રૂટ પર દોડાવવામાં આવશે. હાલમાં સ્ટેડિયમની આસપાસ 36 બસો સેવા આપી રહી છે, પરંતુ ફાઈનલ મેચ દરમિયાન વધતા મુસાફરોના ભારણને ધ્યાનમાં રાખીને બસોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રશાસન દ્વારા દર્શકોને જાહેર પરિવહનનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે, જેથી ટ્રાફિકની સમસ્યા ઓછી થાય અને સ્ટેડિયમ સુધીની મુસાફરી વધુ સુવિધાજનક બની રહે. ક્રિકેટપ્રેમીઓમાં ફાઈનલ મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શહેરમાં પણ ક્રિકેટનો માહોલ જામ્યો છે.
