
ઈરાન પર થયેલા મિસાઈલ હુમલાઓ પછી દુબઈ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાન દુબઈ એરપોર્ટ પર ફસાઈ ગઈ છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારત સરકાર પાસે મદદ માગી છે.
અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર કરેલા હુમલાઓ પછી પરિસ્થિતિ સતત બગડી રહી છે. હવે આ તણાવની સીધી અસર મનોરંજન જગત પર પણ પડ્યો છે. અભિનેત્રી અને ગાયિકા સોનલ ચૌહાન દુબઈ એરપોર્ટ પર ફસાઈ ગઈ છે. તેમણે X પર પોસ્ટ કરીને પ્રધાનમંત્રી મોદી પાસે મદદની અપીલ કરી છે.
અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓ પછી ઈરાન જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. ઈરાન ખાડી વિસ્તારમાં આવેલા અમેરિકાના સૈનિક ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કરી રહ્યું છે. દુબઈમાં પણ હુમલાની સ્થિતિ છે. આ કારણે દુબઈ એરપોર્ટ અને અલ મક્તૂમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી છે.
આ મુશ્કેલ સમયમાં અભિનેત્રી અને ગાયિકા સોનલ ચૌહાન દુબઈમાં ફસાઈ ગઈ છે. તેમણે પ્રધાનમંત્રી મોદી ને સોશિયલ મીડિયા પર ટૅગ કરીને મદદ માંગી છે.
તેમણે લખ્યું છે કે,માનનીય પ્રધાનમંત્રી મોદીજી, હું હાલ દુબઈમાં ચાલી રહેલા સંકટને કારણે અહીં ફસાઈ ગઈ છું. મારી ફ્લાઇટ રદ થઈ ગઈ છે અને ભારત પરત આવવાનો કોઈ સ્પષ્ટ રસ્તો નથી. કૃપા કરીને મને સુરક્ષિત રીતે ઘરે પરત આવવા માટે માર્ગદર્શન આપો. તમારી કોઈ પણ મદદ માટે હું આભારી રહીશ.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:T20 વર્લ્ડ કપ 2026 પર પડી અમેરિકા-ઈરાન યુદ્ધની અસર, ICCએ લીધો મોટો નિર્ણય
