
ગુજરાતમાં હાલ ગરમી પડી રહી છે, જો કે હવે હિટવેવની સ્થિતિ નથી. તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીનું આંશિક પ્રમાણ ઘટ્યું છે પરંતુ હજુ પણ અકળાવી દેતી ગરમીની સ્થિતિ યથાવત છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બપોર બાદ ક્યાંક ક્યાંક વાદળો જોવા મળે છે. હવામાન વિભાગે દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોનમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટિની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટછવાયો હળવો વરસાદ થઇ શકે છે.
અમદાવાદમાં આકરી ગરમીથી શેકાયું છે. 43.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું, હવામાન વિભાગે અમદાવાદમાં હજુ પણ ગરમી વધવાની આગાહી કરી છે. રાજ્યના ચાર શહેરમાં 43 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઇ છે. હજુ એક સપ્તાહ સુધી ગરમીની સ્થિતિ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં નોંઘાઇ છે. અમદાવાદમાં તાપમાન 43.7 નોંધાયું છે જ્યારે બીજા ક્રમે અમરેલી રહ્યું, અમરેલીનું તાપમાન 43.1 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના શહેરોના તાપમાન પર નજર કરીએ
ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
અમદાવાદ 43.7
કંડલા એરપોર્ટ 43.3
અમરેલી 43.1
રાજકોટ 43
સુરેંદ્રનગર 42.8
ગાંધીનગર 42.3
ડીસા 41.4
ભુજ 40.8
વડોદરા 40.2
ભાવનગર 40.2
મોનસૂન અપડેટ્સ
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું આવતા અઠવાડિયે કેરળમાં પહોંચવાનું છે. પરંતુ આ સારા સમાચાર એક ચેતવણી સાથે આવે છે: આ વર્ષે ચોમાસાની ગતિ ઘણી ધીમી રહેશે, અને સમગ્ર દેશને આવરી લેવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે.
સામાન્ય રીતે ચોમાસુ 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે તે 26 મે, 2026 સુધીમાં કેરળના કિનારે થોડો વહેલો પહોંચવાની ધારણા છે. IMD અનુસાર, આ તારીખ 22 મે અને 26 મે વચ્ચેની આવી શકે છે, કારણ કે આ આગાહીઓ 4 દિવસમાં ફેરફાર થઇ શકે છે. 2025 માં, ચોમાસુ 24 મે ના રોજ કેરળ પહોંચ્યું હતું, જે તાજેતરના વર્ષોમાં સૌથી વહેલા આગમનમાંનું એક છે.
