Site icon Time News

Weather update: રાજ્યમાં તાપમાનનો પારો 43 ડિગ્રી પાર જવાની આગાહી તો આ જિલ્લામાં વરસાદે વધારી ચિંતા

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજુ પણ આકરી ગરમી પડશે. ત્રણ દિવસમાં મહતમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો 28 એપ્રિલથી બે મે સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જઇ શકે છે.

રાજ્યભરમાં ભીષણ ગરમીનું ટોર્ચર યથાવત છે. અમદાવાદ સહિત પાંચ શહેરમાં મહતમ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું છે. તો 43 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી રહ્યું. ભુજ, ગાંધીનગર, ડીસા અને અમરેલીમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે.

રાજકોટ 43 ડિગ્રી
સુરેંદ્રનગર 41.8 ડિગ્રી
અમદાવાદ 41.7 ડિગ્રી
ભુજ 41.5 ડિગ્રી
અમરેલી 41.1 ડિગ્રી
ગાંધીનગર 40.8 ડિગ્રી
ડીસા 40.5 ડિગ્રી
વડોદરા 39.4 ડિગ્રી

અગન વર્ષાની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છુટછવાયો વરસાદ થતાં બફારો અને ઉકળાટની સ્થિતિ વધી છે. નવસારી અને વલસાડ જિલ્લામાં છુટછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે. ખેરગામ તાલુકાના રૂમલા ગામે પણ માવઠું થયું છે. વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છાંટા થતા ખાસ કરીને કેરીના ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. તૈયાર રહેલા કેસર કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે

આ પણ વાંચો, http://Kailash Mansarovar Yatra: 5 વર્ષે શરૂ થશે કૈલાસ માનસરોવર યાત્રા, આ રીતે કરાવો રજીસ્ટ્રેશન

https://www.instagram.com/timenewsguj/

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version