Site icon Time News

Weather update: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, 22 મેથી આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ

raining

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 22 મેથી વરસાદનું આગમન થશે. ઉલ્લેખનિય છે કે, આ વર્ષે મે મહિનાની શરૂઆતથી વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારમાં માવઠાએ તારાજી સર્જી છે. હજુ પણ રાજ્ય પર માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમના કારણે 22 મેથી ગુજરારાતમાં ફરી વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગે નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ઉપરાંત દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. રાજકોટ, અમરેલી, ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી છે. મહિસાગર, પંચમહાલ, દાહોદ,વડોદરામાં પણ વરસાદનું અનુમાન છે. છોટાઉદેપુર, નર્મદામાં હળવા વરસાદનું અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે. બંગાળ અને અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે 22મેથી રાજ્યમાં વાવાઝોડાની પણ આશંકા સેવાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે, હાલ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે તો સિસ્ટમ જો ગુજરાત તરફ આવશે તો વાવાઝોડાની શક્યતાને નક્કારી ન શકાય. જો વાવાઝોડું ગુજરાતમાં ન આવતા બીજી દિશામાં ફંટાઇ જાય તો પણ 22 મેથી ભારે વરસાદના અનુમાનને નકારી ન શકાય .

આ પણ વાંચો, કોંગ્રેસે જયશંકર પર લગાવ્યા આરોપ, વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા, કહ્યું – ઓપરેશન સિંદૂરની જાણકારી…

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version