
રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. માત્ર વહેલી સવારે અને મોડી રાત્રે તાપમાનનો પારો એકાદ ડિગ્રી ગગડતાં ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. ડિસેમ્બરના 20 દિવસ વીતી ગયા છતાં હજુ રાજ્યે કડકડતી ઠંડીનો અનુભવ નથી કર્યો. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં દિવસનું તાપમાન 30થી 32 વચ્ચે રહે છે. જેથી શિયાળામા પણ ઉનાળા જેવી ગરમીનો અનુભવ થાય છે જો કે આ બધા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરી છે. અંબાલાલના આંકલન મુજબ ગુજરાતમાં જાન્યુઆરીમાં તાપમાાનનો પારો ગગડતાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થશે. ડિસેમ્બરના અંતથી જાન્યુઆરીમાં હાડ થીજાવતી ઠંડી પડશે. જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે. 11 જાન્યુઆરી બાદ કોલ્ડવેવની આગાહી અંબાલાલ પટેલે કરી છે. હિમાચલમાં બરફ વર્ષાો થતાં અને ઉત્તર તરફથી ઠંડા પવનો વહેતા થવાથી ગુજરાતમાં ડિસેમ્બરનો અંત અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડી શકે છે.
ઠંડીની સાથે અંબાલાલ પટેલે વરસાદની પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન ફરી રાજયના વાતાવરણમાં પલટાના સંકેત છે. જેના કારણે ફરી આ ચાર મહિનામાં ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થઇ શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન માવઠાની શક્યતા છે
